ભુજમાં નિઃશુલ્ક નમો નવરાત્રીનો રંગ જામ્યો
જાણીતા કલાકારો સાથે દાંડિયા અને ગરબાની. જમાવટ જિલ્લા મથક ભુજમાં એકબાજુ મોટા ગજાની અને હાઇફાઈ…
જાણીતા કલાકારો સાથે દાંડિયા અને ગરબાની. જમાવટ જિલ્લા મથક ભુજમાં એકબાજુ મોટા ગજાની અને હાઇફાઈ વ્યવસાયી નવરાત્રીની શરૂઆત વચ્ચે પ્રમુખ સ્વામી નગર આશાપુરા મંદિર ખાતે જાણીતી એવી પૂર્ણપણે નિઃશુલ્ક નમો નવરાત્રીનો પરંપરાગત રીતે દબદબાભેર આરંભ કરાયો હતો. ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ, લક્કી ગ્રૂપ, રાજપૂત કરણી સેના, સ્વ. નરેન્દ્રસિંહ માધવસિંહ જાડેજા ટ્રસ્ટ તથા શ્રી આશાપુરા…
કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ – ગોધરા દ્વારા મૂળ માંડવીના હાલમાં મસ્કત-ઓમાન નિવાસી દાતા માધુરીબેન રણછોડદાસ પૂરેચા તરફથી માંડવીની સિવિલ હોસ્પિટલને ૨૩૦ લીટરનું ફ્રીઝ ભેટ અપાયું હતું. સમિતીના કારોબારી સભ્ય દિનેશભાઈ મણિલાલ શાહ અને લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ સૌને આવકાર્યા હતા.. મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડો.ચંદ્રકાંતભાઈ ચોથાણીની પ્રેરણા અને પ્રયત્નોથી ફ્રીઝ ભેટ અપાયું હતું….
કચ્છના માજી મહારાવ સ્વ. મદનસિંહજીની જન્મજયંતી નિમિત્તે ભુજ ખાતે નગરપાલિકા, સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે વંદના કાર્યક્રમ સાથે વિવિધ સેવાકાર્યો કરાયા હતા.ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, પૂર્વ કાઉન્સિલર ધીરેનભાઈ લાલન, દેવદત્તભાઈ ગઢવી, રશ્મિભાઈ ઠક્કર અને પબુભાઈ ગઢવી, મદનસિંહજી ટ્રસ્ટ વતી નારણજીભાઈ જાડેજા, રાજ પરિવારના હનુંવંતસિંહજી, પ્રતાપસિંહ, શાલિનીદેવી, અનિરુદ્ધસિંહ અને મેઘદીપસિંહ તથા એમ. આઈ….
સાડા પાંચ લાખથી વધુનો જથ્થો ચોરી જવાયો, તપાસ શરૂ મુંદરા તાલુકામાં ટુંડાવાંઢ વિસ્તારમાં કાર્યરત જશ એનર્જી પ્રા.લિ. કંપનીના ગોડેમમાંથી સાત ટન ગેલ્વેનાઈઝ્ડ સામાનની ચોરી થયાની ફરિયાદ બહારઆવી છે. પર્લીન, ટ્યુબ કનેક્ટર, યુ-બોલ્ટ અને પીન ગેસકેટ સહિતના સામાનની ચોરી થતાં કંપનીના લોજિસ્ટિક્સ મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. ચોરાયેલા માલની કિંમત 5.60 લાખ દર્શાવવામાં આવી છે. મૂળ ઉત્તરપ્રદેશના…
આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ મારફતે અલગ-અલગ વ્યવહારો કરી રકમ ઉપાડી લેવાઈ નખત્રાણા તાલુકાના ચાવડકા ગામે રહેતા દાદુભા ખીમાજી જાડેજાના વિથોણ સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં બચત ખાતામાંથી તેમની જાણ બહાર 1.10 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આ અંગેની ફરિયાદ મુજબ, આશરે પંદર દિવસ પહેલાં તેઓ બેંકમાં પાસબુકની એન્ટ્રી કરાવવા ગયા હતા. ત્યારબાદ તા.08-10ના તેમના પુત્ર…
ગામના રહેવાસીઓ ભાવભેર કાર્યક્રમમાં જોડાયા કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરુ ધીરજલાલજી સ્વામીના શિષ્ય અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ ‘આનંદ’ મ.સ.અને તેમના શિષ્ય ઓજસમુનિ ‘મંગલ’ મ.સ.ની ઉપસ્થિતિમાં માંડવી તાલુકાના દરશડી ગામમાં સોમવારના સવારે કળશ યાત્રાનો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે જૈન સંતો સાથે ગામ લોકોની હાજરીમાં વાજતે-ગાજતે કળશ યાત્રાનું આઠ કોટી મોટીપક્ષના સ્થાનક…
અદાણી ફાઉન્ડેશન દ્વારા મોટા ગજાનું નિઃશુલ્ક ધાર્મિક આયોજન મુન્દ્રા ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાંજી નવરાત્રિ મહોત્સવનો રવિવારે ભાવભેર અને દબદબા સાથે પ્રારંભ કરાયો હતો. પ્રથમ્ નોરતે નગરજનોએ નોંધપાત્ર સંખ્યામા ભાગ લઈને પોતાના ઉમંગ ઉલ્લાસનો પડઘો પાડ્યો હતો. પાંજી iનવરાત્રિના પ્રથમ નોરતે મુન્દ્રા બારોઇ નગરપાલિકાના પ્રમુખ ભોજરાજભાઈ ગઢવી અને સુધરાઈ હોદેદારો , મહેમાનો, કાઉન્સિલર, અગણીઓ…
‘મિશન ફ્યુજિટિવ’ હેઠળ પૂર્વ કચ્છ એલસીબીની કાર્યવાહી પોલીસથી બચીને છેલ્લા નવ વર્ષથી નાસતો ફરતો લૂંટના ગુનાનો આરોપી પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો. ‘મિશન ફ્યુજિટિવ’ અંતર્ગત હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ દરમિયાન આ ધડપકડ કરી આરોપીને વધુ તપાસ માટે અંજાર પોલીસને સોંપાયો છે. અંજાર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૭માં નોંધાયેલા લૂંટના ગુનામાં સંડોવાયેલો આરોપી મુંદરા…
સ્નેહ અને સંસ્કારને જોડનારું આયોજન બન્યું અનેરી પહેલ બિદડા નિયાણી ગ્રુપ દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી તીર્થયાત્રા સંઘ યોજવામાં આવે છે. બિદડા જૈન સંઘની દીકરીઓ પોતાના સાસરે કચ્છ, મહારાષ્ટ્ર કે અન્ય કોઈપણ સ્થળે વસવાટ કરતી હોય, તેમને પણ સાથે જોડીને તીર્થયાત્રા, વંદન અને દર્શનનો લાભ મળે તેવા હેતુથી દર વર્ષે ત્રણ દિવસીય તીર્થયાત્રા યોજાતી આવે છે….
ધર્મગુરુ આગાખાન સાહેબના જન્મદિવસ નિમિતે આયોજન ખોજા સમાજના ધર્મગુરુ હિઝ હાઇનેસ પ્રિન્સ આગાખાન સાહેબના જન્મદિવસ નિમિત્તે માધાપર ખોજા સમાજ તથા લાયન્સ ક્લબ માધાપરના સંયુક્ત ઉપક્રમે માનવ સેવાનો ઉત્તમ કાર્યક્રમ યોજાયો હતો. માધાપર ખોજા સમાજના મુખી અમીરઅલી તથા સમાજ વતી લાયન્સ હોલ, માધાપર ખાતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે એક વ્હીલચેર, બે વોકર અર્પણ કરવામાં આવ્યા હતા. આ…