કચ્છ-સૌરાષ્ટ્ર સંભાગ સ્તરીય સંઘ સ્થાપના દિવસ સમારોહ પોસ્ટર વિમોચન કરાયું.
ક્ષત્રિય યુવક સંઘના કચ્છ-સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા આગામી 22 ડિસેમ્બરના આયોજિત થનારા સંભાગ સ્તરીય સંઘ સ્થાપના દિવસ સમારોહના પોસ્ટરનું વિમોચન તા. 25 નવેમ્બરના ભુજ સ્થિત પીથોરાદાદા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંદિરના ગાદીપતિ પીર મહેન્દ્રસિંહજીની ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત કચ્છ સંભાગના વિવિધ વિસ્તારોમાંથી સંઘના કાર્યકર્તાઓ સાથે રહ્યા હતા.
સંભાગીય સ્વયંસેવક સંમેલન તા. 22 ડિસેમ્બર, 2026ના રોજ બપોરે 3:30 કલાકે શક્તિ સંગમ સ્થળ, મિરઝાપર રોડ, ભુજ ખાતે યોજાશે.

