પંજાબના લુધિયાણામાં ગુરુ નાનક દેવજીના 557મા પ્રકાશ પર્વના અવસરે માનવતાની અનોખી મિસાલ જોવા મળી હતી. શહેરના તાજપુર રોડ પર પેટ્રોલ પંપ ખાતે લુધિયાણાના રહેવાસી પંકજ કુમારે પોતાની કમાણીના દસમા ભાગમાંથી પેટ્રોલ-ડીઝલનો ‘ફ્રી લંગર’ યોજ્યો હતો. આ સેવાકીય પહેલ અંતર્ગત ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનચાલકોને રૂ. 300 સુધીનું પેટ્રોલ અથવા ડીઝલ મફતમાં આપવામાં આવ્યું હતું. મફત ઇંધણની જાણ થતાં જ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પંકજ કુમારની આ અનોખી સેવાભાવનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ફ્રી પેટ્રોલ-ડીઝલ લંગર…

