Headlines

કાઠમંડુમાં કચ્છી પિતા-પુત્રનો ધમાકો : આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર ‘The Smart Company’એ મેળવ્યા પાંચ એવોર્ડ

બોલિવૂડ સ્ટાર શિલ્પા શેટ્ટી અને શક્તિ કપૂરે પણ વખાણ કર્યા , અબડાસાના ડુમરા ગામથી નેપાળ સુધીની સક્સેસ સ્ટોરી કહેવત છે ને કે “કચ્છી માડુ જ્યાં જાય ત્યાં પોતાની મઢી ઊભી કરે”. બસ આવું જ કંઈક કરી બતાવ્યું છે કચ્છના અબડાસાના નાના એવા ડુમરા ગામના વતની રણજિતભાઈ ઠક્કર અને તેમના દીકરા જેકી ઠક્કરે. નેપાળના કાઠમંડુમાં યોજાયેલા…

Read Full News

હાજીપીર પાસે ભેંસ-પાડા સાથે બે શખ્સ ઝડપાયા

પશુ અને વાહન સહિત ૩.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો રણકાંધિએ આવેલા હાજીપીર વિસ્તારમાં પશુઓની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી મહિન્દ્રા પિકઅપમાં ભરીને લઈ જવાતાં એક ભેંસ અને એક પાડા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા છે. પશુઓ ઘાસચારા અને પાણીની પૂરતી વ્યવસ્થા વિના તેમજ જરૂરી પરમિટ વગર લઈ જવાતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે…

Read Full News

માધાપરમાં ૩.૦૧ લાખના દાગીના-રોકડની ચોરી

સેલ્સમેન પરિવાર સાથે બહારગામ ગયા અને પાછળ બની તસ્કરીની ઘટના ભુજ તાલુકાના માધાપર ગામે નવાવાસના સમાજનગર વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૩,૦૧,૫૦૦ની માલમત્તા ચોરી કરી ગયા હતા. પરિવાર બહારગામ ગયો હતો તે દરમિયાન તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી બેડરૂમમાં રાખેલા કબાટની તિજોરીમાંથી દાગીના અને રોકડની ચોરી…

Read Full News

ભુજ ખાતે આર.ટી.આઈ પરિસંવાદ યોજાયો

ગુજરાત માહિતી આયોગ દ્વારા આયોજન, બી કલેક્ટર કચેરીના સ્ટાફે ભાગ લીધો ભારત સરકાર દ્વારા દર વર્ષે તા. ૫ થી ૧૨ ઓક્ટોબર દરમિયાન ‘RTI Week Celebration’નું આયોજન કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા ૯ ઓક્ટોબરના ભુજ કલેક્ટર ઓફિસ ખાતે “આર.ટી.આઇ. સપ્તાહ ઉજવણી – ૨૦૨૬” અંતર્ગત પરિસંવાદ રાજ્ય મુખ્ય માહિતી કમિશનર સુબ્રમણિયમ…

Read Full News

૧૪ વર્ષના કિશોર સાથે દુષ્કર્મ આચરનારને ૨૦ વર્ષની કેદ

ભુજની ખાસ કૉર્ટનો ચુકાદો, 50 હજારનો દંડ ,ભોગ બનનારને ૩ લાખ વળતરનો આદેશ ૧૪ વર્ષના કિશોરને કબૂતર બતાવવાના બહાને કારમાં બેસાડી નિર્જન સ્થળે લઈ જઈ તેની સાથે વારંવાર અપ્રાકૃતિક કૃત્ય સાથે દુષ્કર્મ આચરવાના તથા વીડિયો વાઇરલ કરવાની ધમકી આપવાના નવેમ્બર 2024ના ફોજદારી ગંભીર ગુનામાં દયાપરના મનસુખ ભગવાનભાઈ બારૈયાને ભુજની સ્પેશ્યલ કોર્ટ દ્વારા 20 વર્ષની સખત…

Read Full News

પદયાત્રીઓનો પ્રવાહ ઘટવા સાથે નમો સેવા કેમ્પને વિરામ

મોટાગજાના કલાકારોએ જમાવી રાસગરબાની જમાવટ, સન્માન કરાયા ભુજ શહેરમાં આર.ટી. ઓ. રિલોકેશન સાઇટ ખાતે મતાનામઢના પદયાત્રીઓ માટે શરૂ કરાયેલા નમો કેમ્પને શુક્રવારે રાત્રે વિરામ અપાયો હતો. પદયાત્રીઓનો પ્રવાહ મંદ પડતા સેવાકેમ્પને વિરામ અપાયો હતો. આ પૂર્વે કેમ્પનો એકથી સવા લાખ ભાવિકોએ લાભ લીધો હતો. શુક્રવારે રાત્રિ સુધીમાં પદયાત્રીઓની સંખ્યા ઘટી જતા ચાલુ વર્ષના કેમ્પનું સમાપન…

Read Full News

બેલગામ બલ્કર ચાલકો પર “બ્રેક” જરૂરી

અકસ્માતો અટકાવવા જાગૃતિ આવશ્યક બનવા સાથે ઓવરલોડ પરિવહન વિશે પણ ઉઠ્યા સવાલો કચ્છમાં લૂઝ સિમેન્ટ અને ક્લિન્કરની હેરફેર કરતા બલ્કર તરીકે ઓળખાતા ભારેખમ ભારવાહક વાહનોના અકસ્માતો હવે ઘેરી ચિંતાનો વિષય બન્યા છે. છેલ્લા ચાર મહિનામાં અનેક ગંભીર અકસ્માતો થયાની રજૂઆતો વચ્ચે બલ્કર ચાલકોની તાલીમ, અનુભવ અને ડ્રાઇવિંગ દરમિયાનની બેદરકારી અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર શુક્રવારે સવારે…

Read Full News

ઇન્સ્ટાગ્રામ પર સસ્તા સોનાની જાળ પાથરી ઠગાઈ કરનારા પાંચ ઝડપાયા

કોઈને શિકાર બનાવે તે પહેલાં જ ભુજની ટોળકી સકંજામાં ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી બનાવી સસ્તું સોનું આપવાની લોભામણી જાહેરાતો અને વીડિયો પોસ્ટ કરી લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં પ્રવૃત ઠગ ટુકડીનો પશ્ચિમ કચ્છ-(ભુજ) પોલીસ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે પાંચ ઈસમને ઝડપી પાડી તેમની પાસેથી અસલી સોના સહિત 1.62 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે…

Read Full News

માંડવીમાં નેત્રનિદાન સારવાર કેમ્પનો ૧૦ ગામના ૭૫ જણે લાભ લીધો

ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં ઓપરેશન નિઃશુલ્ક કરી અપાયા માંડવીમાં સેવામંડળ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે, ‘મોતિયા મુક્ત કચ્છ અભિયાન’ અંતર્ગત સેવામંડળના દવાખાનામાં યોજાયેલા નિઃશુલ્ક નેત્રનિદાન અને સારવાર કેમ્પનો માંડવી સહિત કુલ ૧૦ ગામના ૭૫ લોકોએ લાભ લીધો હત ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલના ડો.સતિષભાઈ જોશીએ આંખોની તપાસણી કરીને માર્ગદર્શન પૂરું પાડયું હતું. દર્દીઓને દવા પણ…

Read Full News

કચ્છ કોંગ્રેસે મનાવ્યો કાળો દિવસ

મત બચાવો, દેશ બચાવોના નારા સાથે ચૂંટણી પંચના નિર્ણય સામે કચ્છ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની હાકલને પગલે ગુરુવાર ૮ ઓક્ટોબરે દેશ અને રાજ્યના અન્ય વિસ્તારો સાથે કચ્છમાં પણ કાળો દિવસ કચ્છ કોંગ્રેસ દ્વારા મનાવવામાં આવ્યો હતો. બંધારણે આપેલા અધિકારો અને લોકશાહી વ્યવસ્થાને બચાવવા માટે કચ્છ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચના નિર્ણયોના વિરોધમાં આંદોલન કરવામાં…

Read Full News