ADMIN

સરકારી જમીન પરથી ધાર્મિક દબાણ દૂર કરાયું

જુમારામાં ૨૧૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવતી નરા પોલીસ અને મામલતદારની કામગીરી પોલીસ દ્વારા સરકારી જમીન પર થયેલાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નરા પોલીસ સ્ટેશનની હદમાં આવતા જુમારા ગામમાં સરકારી જમીન પર ધાર્મિક હેતુથી થયેલું દબાણ દૂર કરી આશરે ૨૧૦૦ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે….

Read Full News

નકલી આધારકાર્ડ બનાવતો ગુંદિયાળીનો યુવાન ઝડપાયો

ચાર આધારકાર્ડ સહિત કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર અને લેમિનેશન મશીન કબજે માંડવી મરીન પોલીસ સ્ટેશનની હદમાં અસલ આધારકાર્ડનો ઉપયોગ કરીને તેના જેવા જ બનાવટી આધારકાર્ડ તૈયાર કરવાના પ્રકરણમાં પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુંદિયાળી ગામના યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી બનાવટી આધારકાર્ડ બનાવી આર્થિક લાભ મેળવતો હોવાની વિગતો સામે આવી છે….

Read Full News

‘પાંજો સમાજ પાંજી નવરાત્રીમા બ્રહ્મબંધુઓ રાસ-ગરબે ઘૂમ્યા

ભુજ રાજગોર સમાજ પ્રેરિત ગરીબીમાં સામાજિક એકતા અને સંસ્કૃતિનાં દર્શન ભુજ ખાતે ભુજ રાજગોર સમાજ પ્રેરિત પરશુરામ મંદિર સમિતિ દ્વારા આયોજિત તૃતીય નવરાત્રી મહોત્સવ, પાંજો સમાજ પાંજી નવરાત્રી 2026માં બીજા દિવસે મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ રાસ-ગરબે રમીને નવરાત્રીના રંગમાં રંગાઈ ગયા હતા. .ભુજની આર.ટી.ઓ. સમાજવાડી ખાતે ત્રીજા વર્ષે યોજાઈ રહેલા આ સામાજિક અને સાંસ્કૃતિક ગરબી મહોત્સવમાં…

Read Full News

રેડિયો બોમ્બ ધમાકા કેસમાં મુખ્ય આરોપીને આજીવન કેદ

કૌટુંબિક દુશ્મનાવટમાં રેડિયો બોમ્બ બનાવી પરિવારને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાના કેસમાં બે દાયકે અંજાર કોર્ટનો ચુકાદો અંજાર ખાતેની અધિક સેશન્સ કોર્ટ દ્વારા જાન્યુઆરી ૨૦૦૬માં નોંધાયેલા ચકચારી રેડિયો બોમ્બ વિસ્ફોટ કેસમાં 96 પાનાંનો મહત્વનો અને ઐતિહાસિક તથા મોટો ચુકાદો આપવામાં આવ્યો છે. અંજારના ચોથા અધિક ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ જે. એલ. ચોવટિયાએ આ કેસમાં આરોપી…

Read Full News

હવે ગરબી તમારે આંગણે… ફળિયે અને ચોકે ત્રણ તાળીનો તાલ

ભુજમાં નવતર પહેલ સમાન હરતીફરતી નમો નવરાત્રીનો પ્રારંભ અત્યારના સમયમાં ચોમેર ધંધાકીય હેતુસર કરાતા વ્યવસાયી નવરાત્રીના જમાવડા વચ્ચે સામાન્ય વ્યક્તિ માટે પોતાના ઘરના આંગણે, ફળિયામાં કે વિસ્તારમાં ગરબી સામેથી આવે તેવી નવતર કહી શકાય તેવી પહેલ નમો નવરાત્રી દ્વારા આરંભાઈ છે. જિલ્લા મથક ભુજ ખાતે હરતીફરતી નમો નવરાત્રીના સ્વરૂપમાં આ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું…

Read Full News

પર્યાવરણ અને પ્રકૃતિની સંભાળ માટે વિશેષ કાર્યક્રમો જરૂરી

કુકમાંમા ત્રિદિવસીય પર્યાવરણ કાર્યશાળામાં 26 રાજ્યના 60 પ્રતિનિધિ જોડાયા વિદ્યાભારતીના દેશભરમાં આવેલા 30 હજાર એકમોમાં પર્યાવરણ સંરક્ષણને લગતી વિવિધ પ્રવૃત્તિઓને વધુ ગતિશીલ બનાવવાના સામૂહિક સંકલ્પ સાથે ભુજ તાલુકમાં કુકમા ખાતે યોજાયેલી ત્રણ દિવસીય અખિલ ભારતીય પર્યાવરણ કાર્યશાળાનું સમાપન થયું હતું. વિવિધ વક્તાઓએ પર્યાવરણ સંરક્ષણ અને પ્રકૃતિ સાથેના જોડાણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાભારતી…

Read Full News

ભુજમાં નિઃશુલ્ક નમો નવરાત્રીનો રંગ જામ્યો

જાણીતા કલાકારો સાથે દાંડિયા અને ગરબાની. જમાવટ જિલ્લા મથક ભુજમાં એકબાજુ મોટા ગજાની અને હાઇફાઈ વ્યવસાયી નવરાત્રીની શરૂઆત વચ્ચે પ્રમુખ સ્વામી નગર આશાપુરા મંદિર ખાતે જાણીતી એવી પૂર્ણપણે નિઃશુલ્ક નમો નવરાત્રીનો પરંપરાગત રીતે દબદબાભેર આરંભ કરાયો હતો. ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ, લક્કી ગ્રૂપ, રાજપૂત કરણી સેના, સ્વ. નરેન્દ્રસિંહ માધવસિંહ જાડેજા ટ્રસ્ટ તથા શ્રી આશાપુરા…

Read Full News

માંડવીની સિવિલ હોસ્પિટલને ફ્રીઝની ભેટ

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ – ગોધરા દ્વારા મૂળ માંડવીના હાલમાં મસ્કત-ઓમાન નિવાસી દાતા માધુરીબેન રણછોડદાસ પૂરેચા તરફથી માંડવીની સિવિલ હોસ્પિટલને ૨૩૦ લીટરનું ફ્રીઝ ભેટ અપાયું હતું. સમિતીના કારોબારી સભ્ય દિનેશભાઈ મણિલાલ શાહ અને લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ સૌને આવકાર્યા હતા.. મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડો.ચંદ્રકાંતભાઈ ચોથાણીની પ્રેરણા અને પ્રયત્નોથી ફ્રીઝ ભેટ અપાયું હતું….

Read Full News

મહારાવ મદનસિંહજીની જન્મજયંતીએ સેવાકાર્યો

કચ્છના માજી મહારાવ સ્વ. મદનસિંહજીની જન્મજયંતી નિમિત્તે ભુજ ખાતે નગરપાલિકા, સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે વંદના કાર્યક્રમ સાથે વિવિધ સેવાકાર્યો કરાયા હતા.ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, પૂર્વ કાઉન્સિલર ધીરેનભાઈ લાલન, દેવદત્તભાઈ ગઢવી, રશ્મિભાઈ ઠક્કર અને પબુભાઈ ગઢવી, મદનસિંહજી ટ્રસ્ટ વતી નારણજીભાઈ જાડેજા, રાજ પરિવારના હનુંવંતસિંહજી, પ્રતાપસિંહ, શાલિનીદેવી, અનિરુદ્ધસિંહ અને મેઘદીપસિંહ તથા એમ. આઈ….

Read Full News

મુંદરામાં કંપનીના ગોદમમાંથી સાત ટન માલની ચોરી

સાડા પાંચ લાખથી વધુનો જથ્થો ચોરી જવાયો, તપાસ શરૂ મુંદરા તાલુકામાં ટુંડાવાંઢ વિસ્તારમાં કાર્યરત જશ એનર્જી પ્રા.લિ. કંપનીના ગોડેમમાંથી સાત ટન ગેલ્વેનાઈઝ્ડ સામાનની ચોરી થયાની ફરિયાદ બહારઆવી છે. પર્લીન, ટ્યુબ કનેક્ટર, યુ-બોલ્ટ અને પીન ગેસકેટ સહિતના સામાનની ચોરી થતાં કંપનીના લોજિસ્ટિક્સ મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. ચોરાયેલા માલની કિંમત 5.60 લાખ દર્શાવવામાં આવી છે. મૂળ ઉત્તરપ્રદેશના…

Read Full News