માંડવીની સિવિલ હોસ્પિટલને ફ્રીઝની ભેટ

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ – ગોધરા દ્વારા મૂળ માંડવીના હાલમાં મસ્કત-ઓમાન નિવાસી દાતા માધુરીબેન રણછોડદાસ પૂરેચા તરફથી માંડવીની સિવિલ હોસ્પિટલને ૨૩૦ લીટરનું ફ્રીઝ ભેટ અપાયું હતું. સમિતીના કારોબારી સભ્ય દિનેશભાઈ મણિલાલ શાહ અને લાયજાના કચ્છી સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવીએ સૌને આવકાર્યા હતા.. મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડો.ચંદ્રકાંતભાઈ ચોથાણીની પ્રેરણા અને પ્રયત્નોથી ફ્રીઝ ભેટ અપાયું હતું….

Read Full News

મહારાવ મદનસિંહજીની જન્મજયંતીએ સેવાકાર્યો

કચ્છના માજી મહારાવ સ્વ. મદનસિંહજીની જન્મજયંતી નિમિત્તે ભુજ ખાતે નગરપાલિકા, સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે વંદના કાર્યક્રમ સાથે વિવિધ સેવાકાર્યો કરાયા હતા.ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, પૂર્વ કાઉન્સિલર ધીરેનભાઈ લાલન, દેવદત્તભાઈ ગઢવી, રશ્મિભાઈ ઠક્કર અને પબુભાઈ ગઢવી, મદનસિંહજી ટ્રસ્ટ વતી નારણજીભાઈ જાડેજા, રાજ પરિવારના હનુંવંતસિંહજી, પ્રતાપસિંહ, શાલિનીદેવી, અનિરુદ્ધસિંહ અને મેઘદીપસિંહ તથા એમ. આઈ….

Read Full News

વાયોરથી મોંમાયમોરા ધામ પદયાત્રા

અબડાસા વિસ્તારના વાયોરના જાડેજા પરિવારના યુવાનો પોતાના કુળદેવી મોમાય માતાજીનું જયાં પ્રાગટ્ય સ્થાન છે એ તીર્થસ્થાન મોરાગઢ મોમાયમોરા ધામ જવા પગપાળા નીકળ્યા હતા. અતુટ વિશ્વાસ, શ્રધ્ધા અને ભક્તિભાવ સાથે આ પદયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. આ પદયાત્રા દ્વારા સમાજમાં એકતા સાથે એકબીજા પ્રત્યે વિશ્વાસ રહે અને સૌના જીવનમાં સુખ શાંતિ સમુદ્રિ નિરોગી આરોગ્ય, દેશ સમાજ ધર્મ…

Read Full News

લલિયાણામાં સેવા સેતુ કાર્યક્રમ

ભચાઉ તાલુકાના લલિયાણા ગામેં સેવા સેતુ કાર્યક્રમ રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થને યોજાયો હતો. ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સ્થળ પર જ મળી રહે તે માટે માર્ગદર્શન સાથે સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

Read Full News

રાપર તકિયા વાસ આંગણવાડી ખાતે કાર્યક્રમો યોજાયા

રાપર પોલીસ ક્વાર્ટર પાસે તકિયા વાસ આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ કાર્યક્રમો રાપર શહેર ભાજપના મંત્રી મનોરમા સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયા હતા. જેમાં મુખ્ય અતિથિ વિશેષ પદે નર્મદાબેન સોલંકી રહ્યા હતા આંગણવાડી વર્કર સ્મિતાબેન સુખડીયા તથા વિસ્તારના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ મનોરમા સોલંકી , નર્મદાબેન સોલંકીએ બાળકોને ઈનામ વિતરણ કર્યું હતું. બાળકોએ વિવિધ સાંસ્કૃતિક…

Read Full News

ભચાઉમા સ્વચ્છતા અભિયાન

ભચાઉ ખાતે સ્વચ્છતા માટે જન આંદોલનનું આહવાન કરાયું હતું. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2026 અતર્ગત ભચાઉ કંથડનાથજી મહારાજના મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિમાં હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા,તાલુકા હોદેદારો પદાધિકારીઓ સદસ્યો સરપંચો ઉપસરપંચો સામાજિક અને રાજકીય આગેવાનો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Read Full News

સમાખીયાળી નજીક સેવા કેમ્પ શરૂ

ભચાઉ તાલુકામાં સામખીયારી આરટીઓ ચેકપોસ્ટ પાસે જિલ્લા પંચાયત સદસ્ય વિજયસિંહ જાડેજા દ્વારા આયોજિત આશાપુરા માતાજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટેના સેવા કેમ્પને શરૂ કરાયો હતો. રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિહ જાડેજાના હસ્તે આ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Read Full News

નવરાત્રિ અન્વયે કુમારિકાઓને ચણિયા ચોળીનું વિતરણ

નવરાત્રિ પર્વને અનુલક્ષીને ભુજની સત્યમ સંસ્થા તથા તાનારીરી મહિલા મંડળના માધ્યમથી ભુજ શહેર, સુખપર તથા માધાપરની ૨થી ૭ વર્ષની વયની ૧૦૧થી વધુ કુમારિકાઓને ચણિયાચોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભુજ સરકારી વસાહતના મહાદેવ મંદિર ચોક પાસે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા./આ ઉપરાંત જિલ્લા હોમગાર્ડ કમાન્ડર મનીષભાઈ બારોટ, ભુજ નગરપાલિકાના…

Read Full News

સાંસદએ નશામુક્તિ રેલીને પ્રસ્થાન કરાવ્યું

રાજ્યવ્યાપી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘મારો સંકલ્પ: નશામુક્ત ભારત’ અને નશાબંધી સપ્તાહ-૨૦૨૬ અન્વયે નશાબંધી અને આબકારી વિભાગ, ભુજ દ્વારા વ્યસનમુક્તિ અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી ભુજમાં ટેબ્લો સાથેની બાઈક રેલી યોજાઈ હતી. આ રેલીને સાંસદ વિનોદભાઈ ચાવડાએ લીલીઝંડી બતાવી આર.આર. લાલન કોલેજ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી હમીરસરની પાળ સ્થિત ગાંધી પ્રતિમા ખાતે સંપન્ન થઈ…

Read Full News

માંડવીની સંસ્થાને મુંબઈના દાતા તરફથી દાન

માંડવીમાં કાર્યરત ‘અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી’ને મુંબઈના દાતાઓ તરફથી દાન મળ્યું હતુ. સ્વ. પ્રભાવતીબેન વૃજલાલ શાહના સ્મરણાર્થે પ્રદીપભાઈ વી. શાહ (ઘાટકોપર – મુંબઈ) અને સ્વ. ઝવેરબેન ચુનીલાલ શાહ (ઘાટકોપર – મુંબઈ)ના સ્મરણાર્થે ભુપેન્દ્રભાઈ જે. શાહ તરફથી દાનના ચેક માંડવી છ-કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા અને સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહ અને ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહને…

Read Full News