વાસુદેવભાઈ ઠક્કરની પુણ્યતિથિએ સેવકાર્યો

જાણીતા બિલ્ડર, લોહાણા સમાજના અગ્રણી સમાજ સેવક, સંગીત પ્રેમી અને દાતા સ્વ વાસુદેવભાઈ રામદાસ ઠક્કરની પુણ્યતિથી ભુજ ખાતે સેવકાર્યો સાથે ઉજવાઇ હતી. સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે સત્યમનાં અધ્યક્ષ દર્શકભાઇ અંતાણીએ સ્વ. વાસુદેવભાઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લ, નર્મદા ગામોટ, અંકિતા ધોકાઇ, માલસનીબેન ગઢવી, રાજુલાબેન શાહ સેવા કાર્યમાં જોડાયા હતાં. જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી. સપ્તરંગ સંસ્થાના અગ્રણી ઝવેરીલાલભાઈ સોનેજી તરફથી સહયોગ મળ્યો હતો.