જેમના નામ સાથે કચ્છ જિલ્લા પંચાયતની ઓળખ જોડાયેલી છે એવા સ્વ. કાંતિપ્રસાદભાઈ અંતાણીની ૧૨૪મી જન્મજયંતિ નિમિત્તે ભુજ ખાતે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે વિવિધ સેવાકાર્યો કરાયા હતા.ભૂંગા અને ઝૂંપડાઓમાં વસવાટ કરતા પરિવારોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. આ માટે ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી. સત્યમ સંસ્થાના અંકિતાબેન ધોકાઈ, રાજુલાબેન શાહ, માલશ્રીબેન ગઢવી, નર્મદાબેન ગામોટ, રામુબેન પટેલ, નરેન્દ્રભાઈ સ્વાદિયા, નયનભાઈ શુક્લ, જટુભાઈ ડુડિયા સહિતના સેવાભાવીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેવું સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ જણાવ્યું હતું .
કચ્છ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખની જન્મજયંતિએ સેવાકાર્યો

