પાનધ્રો ગામની નદીના વળાંક પાસે બસની હડફેટે બાઈક સવાર યુવાનનું મોત

રોંગ સાઇડમાં આવેલી બસની હડફેટે બાઈક આવી જતા થયો જીવલેણ અકસ્માત

લખપત તાલુકાના પાનધ્રો ગામ નજીક નદીના વળાંક પાસે બસ અને મોટરસાઇકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૧૮ વર્ષીય યુવાન શિવજી દિનેશ કોળીનું મોત થયું હતું. રોંગ સાઇડમાં આવેલી બસ હેઠળ મોટરસાઇકલ આવી જતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે તેના માટે જીવલેણ બની હતી.

બનાવ અંગે મૃતકના મોટા ભાઈ ચેતન દિનેશ કોલી રહે. ફુલરાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ૧૭ નવેમ્બરના સવારે મરનાર શિવજી તેના મામા બાબુલાલ ઈસ્માઈલ કોલીની માલિકીની હીરો મોટરસાઇકલ લઈને ગેરેજે જવા નીકળ્યો હતો.

આ પછી તેને પાંધ્રો ગામની નદીના વળાંક પાસે બસ સાથે આ અકસ્માત નડ્યો હતો. બસચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જી ભાઈનું મોત નિપજાવ્યું હોવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે.