સુરજબારી ચેકપોસ્ટ પર કારમાંથી રૂ. 3.43 લાખનો દારૂ ઝડપાયો

બે શખ્સ પકડાયા: સામખીયારી પોલીસે રૂ. 3.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના સમાખીયાળી પોલીસ મથક હેઠળની સુરજબારી પોલીસ ચેકપોસ્ટ ખાતે વાહન તપાસ દરમિયાન ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. સામખીયારી પોલીસની ટીમે સફેદ રંગની મારુતિ સિયાઝ કારને રોકી તેની તલાશી લેતાં કારની ડેકીમાં છુપાવીને લઈ જવાતો દારૂ મળી આ કિસ્સામાં મળી આવ્યો હતો.

પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે આ પ્રકરણમાં સંજયભાઈ રતાભાઈ ચૌધરી રહે. પૂર્વી પાર્ક સોસાયટી, મુન્દ્રા (મૂળ રહે. નાનાપુરા, તા. રાધનપુર, જિ. પાટણ) તથા રાણુભા કનુભા પરમાર , રહે. મોટા કપાયા, તા. મુન્દ્રા (મૂળ રહે. મોટી પીપળી, તા. રાધનપુર, જિ. પાટણ)ને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી રોયલ સ્ટેગ ડીલક્સ વ્હિસ્કીની 750 એમએલની 23 બોટલ, કિંગફિશર રિગલ સ્ટ્રોંગ પ્રીમિયમ બિયરના 500 એમએલના 144 ટીન, મારુતિ સિયાઝ કાર અને બે મોબાઇલ ફોન સહિત 3,43,778નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સામખીયારી પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.