આડેસર તાબાના પોલીસ કર્મીએ રાજીનામું આપતો પત્ર અને વિડિઓ વાયરલ કર્યો : વિડીયોમાં જંતર મંતર ના ઉલ્લેખ સાથે RSSને સમર્થનની વાત કહી
કોક્રોચ જનતા પાર્ટી અને યુવાઓ દ્વારા દિલ્હીમાં થયેલા આંદોલન બાદ ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે સોશ્યિલ મીડિયામાં પણ સરકાર અને અને યુવાનો વચ્ચેના સમાચારો છવાયેલા રહ્યા છે ત્યારે દિલ્હીના જંતર મંતરનો રેલો કચ્છ સુધી પહોંચ્યો છે જોકે યુવા વર્ગ ગેરમાર્ગે ન દોહરાય એ હેતુ સાથે કચ્છ પોલીસના એક કર્મચારીએ સરકારના સમર્થનમાં રાજીનામું ધરી દીધું છે આડેસર પોલીસ મથકમાં ફરજ બજાવતા રામગર મોહનગર ગુંસાઈ (બકલ નં 119) નામના પોલીસ કર્મીએ પૂર્વ કચ્છ પોલીસવડાને ઉદેશીને રાજીનામાં પત્ર તથા પોતાનો વિડિઓ સોશ્યિલ મીડિયામાં મુક્યો છે આ પોલીસ કર્મીએ મોદી સરકારને સમર્થન આપીને પોતે RSS માં સક્રિય રહીને દેશના યુવાનોને રાષ્ટ્રધર્મ સાથે જોડવાની વાત કહી છે.
શું કહે છે રામગર ગુંસાઈ? એ જોવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

