રાષ્ટ્રધર્મ પ્રત્યેક જણ માટે સર્વોપરી

ભુજ ભાનુશાલી છાત્રાલયમાં લહેરાયો ત્રિરંગો

ભુજ ખાતે ભાનુશાલી કુમાર છાત્રાલયમાં 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી ગર્વભેર કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભુજ ભાનુશાલી મહાજનના પ્રમુખ શંભુભાઈ નંદાના હસ્તે ત્રિરંગો ફરકાવાયો હતો. તેમણે દેશની આઝાદીના મૂલ્ય અને શહીદોની શહાદત યાદ કરવા સાથે રાષ્ટ્રધર્મને જીવનમાં અગ્રતા આપવાની પ્રત્યેક નાગરિકની પહેલી ફરજ હોવાની વાત કરી હતી.
મહામંત્રી લખમશીભાઈ ભદ્રા, ઉપપ્રમુખ વસંતભાઈ ગજરા, ઘનશ્યામભાઈ નંદા, બાબુભાઈ મીઠીયા, અરવિંદભાઈ દામા, જયેશભાઈ ફુલીયા, ડોક્ટર રાજેશ ગોરી, પ્રોફેસર બીનાબેન ભાનુશાલી, કન્યા છાત્રાલયના ગૃહમાતા અનિતાબેન , કુમાર છાત્રાલયના ગૃહપતિ અંકિતભાઈ ભદ્રા, અતિથિગૃહ મેનેજર મેહુલભાઈ જોઈસર વગેરે હાજર રહ્યા હતા. વ્યવસ્થા કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ, ગૃહપતિ અંકિતભાઈ ભદ્રા, ગઢવીભાઈ અને લીલાધર બાપા દ્વારા કરાઈ હતી.