વ્યસનમુક્તિ બેનર સ્પર્ધાનું જાહેર થયું પરિણામ

વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ “આનંદ” અને તેમના શિષ્ય ઓજસમુનિ “મંગલ” મ.સા.ની હાજરીમાં વ્યસનમુક્તિ અભિયાનના ઉપક્રમે દરશડી (માંડવી)ના સમસ્ત સમાજ તરફથી વ્યસનમુક્તિના બેનર બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી તેનું પરિણામ જાહેર થયું છે. આ સ્પર્ધામાં દરશડી ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ મમાયમોરા પ્રાથમિક શાળાના છાત્રોએ ભાગ લીધો હતો.
દરશડી પ્રાથમિક શાળાના છાત્ર અનુક્રમે મહેશ્વરી રોતિકા પ્રેમજીભાઈ (ધો. ૬), બજાણીયા સોયાના મોહમ્મદભાઈ (ધો. ૮) અને મહેશ્વરી મિરલ દિનેશભાઈ (ધો.૭) પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થયા હતા. જ્યારે દરશડી હાઈસ્કૂલના મહેશ્વરી નાત્યા આતુભાઈ (ધો.૯), મહેશ્વરી સાક્ષી દિનેશભાઈ (ધો.૧૧) અને નાયકા સુનિતા (ધો.૧૧) પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થયા હતા. મમાયમોરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ઉકાણી જૈની જીગ્નેશભાઈ (ધો.૮) જબુઆણી ક્રિષ્ના રજનીભાઈ (ધો.૭) અને રબારી હિરલ આશાભાઈ (ધો.૬) પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થયા હતા. વિજેતાને નરેશમુનિ મ.સા. અને ઓજસમુનિ મ.સા. વ્યસનમુક્તિના હોદ્દેદારો તેમજ દરશડી તથા મમાયમોરા ગામના અગ્રણીઓએ બિરદાવ્યા હતા.