માધાપર ઓધવ ઈશ્વર નગર સોસાયટીએ યોજ્યો સત્કાર સમારંભ
ભારતીય સેનામાં ૧૮ વર્ષની સેવા પૂર્ણ કરીને જવાન માવજીભાઈ દાદુભાઈ ચૌધરી નિવૃત્ત થતાં માધાપરમાં આવેલી ઓધવ ઈશ્વર નગર સોસાયટીમાં તેમનો સત્કાર સમારંભ યોજાયો હતો. પરિવારથી દૂર રહીને દેશ માટે તેમણે જીવનનો અગત્યનો સમય રાષ્ટ્રસેવામાં અર્પણ કર્યો છે. માવજીભાઈએ ભુજ ખાતે ૩ વર્ષ સુધી ફરજ બજાવી હતી અને ત્યારબાદ લદ્દાખ વિસ્તારમાં સેવા આપી પોતાની ૧૮ વર્ષની લશ્કરી મુદત પૂર્ણ કરી હતી. ભુજ ખાતે ફરજ દરમિયાન દેશના મહત્વપૂર્ણ ઓપરેશન સિંદૂરમાં તેમણે શ્રેષ્ઠ ભૂમિકા અને પ્રશંસનીય કામગીરી નીભાવી હતી . તેવું તેમનું સન્માન કરતા આ પ્રસંગે જણાવાયું હતું. માધાપરમાં આશરે ૧૫૦ જેટલા નિવૃત્ત સૈનિકો સ્થાયી થયા છે . ભૂકંપ બાદ કચ્છમાં સ્થપાયેલી કંપનીઓ અને ૨૦થી ૪૦ કિલોમીટરના અંતરે ઉપલબ્ધ રોજગારીની તકોના કારણે માધાપર સૈનિકો માટે અનુકૂળ રહેઠાણ બન્યું છે. તેવી વિગતો પણ કાર્યક્રમ દરમ્યાન અપાઈ હતી. આ પ્રસંગે માધાપર નવાવાસના સરપંચ વાલજીભાઈ આહીર, અગ્રણી શ્રવણસિંહ એસ. વાઘેલા, બેબીબેન સોલંકી , જગદીશસિંહ જાડેજા, મહેશભાઈ પિત્રોડા, લાલજીભાઈ સોલંકી, ચંદુભા એમ જાડેજા, મહિલા પ્રમુખ નેહાબેન ગોસ્વામી સહિત ના હાજર રહ્યા હતા

