રાષ્ટ્રીય એકતાના રંગે રંગાયું ખીરસરા

અબડાસાના ખીરસરા ( વિં. ) ગામ ખાતે દેશભક્તિના અનેરા માહોલમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે એકતા મહોત્સવ યોજાયો હતો. સમગ્ર ગામ રાષ્ટ્રીય એકતાના રંગે રંગાયું હતું, ખીરસરા ગ્રામસેવક, ગામના વડીલો, ગ્રામવાસીઓ, શાળાના શિક્ષિકાઓ અને વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય એકતાનો માહોલ ઉભો કર્યો હતો. ગ્રામસેવક પંકજભાઈ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને રાષ્ટ્રીય એકતામાં તેમના યોગદાન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા