મુન્દ્રામાં યોજાઈ ગરબા સ્પર્ધા

ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા દ્વારા શરદ પૂર્ણિમાની પૂર્વસંધ્યાએ ગરબા સ્પર્ધા રોટરી હોલ મુન્દ્રા ખાતે યોજાઈ હતી. જેમાં બાળાઓ, યુવતીઓ અને મહિલાઓ મનમૂકી રાસે રમ્યા હતા. આ સ્પર્ધામાં કુલ 3 કેટિગરી માં પારિતોષિક આપવા માં આવ્યા હતા. સ્વાગત BVP મુન્દ્રા શાખા મહિલા કન્વીનર સુરુચિબેન મોડ, સંસ્થા પરિચય સહ કન્વીનર નેહલ બહેન પડ્યા તથા આભાર દર્શન આરતી બહેન ભટ્ટ દ્વારા કરવા માં આવ્યું હતું. સંચાલન હિરલ બહેન રાવ અને આશા બહેન ચાવડા દ્વારા કરવા માં આવ્યું હતું. દુર્ગા વાહિનીના સરોજ બહેન દ્વારા આત્મરક્ષણ માટે સજ્જ રહેવા અને સંસ્કૃતિ ને જાળવી રાખવા અપીલ કરાઈ હતી. પ્રિયંકાબહેન પ્રજાપતિ, નેહાબહેન મહેતા, હેતલબહેન ઉમરાણીયા, હેતલબહેન પટેલ, હેતલબા પરમાર, પૂનમબહેન સંઘવી, સોનલબહેન દવે, ભાવનાબા ચાવડા વગેરેએ જહેમત ઉઠાવી હતી.