મુદરાના કડીયા કામ કરતા શ્રમિકના ઘરમાં થી 1.75 લાખના સોના-ચાંદીના દગીના ચોરી જવાયા
મુંદરા વિસ્તારમાં વ્યવસાયે શ્રમિક પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ૧.૭૫ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી ગયા હોવાની ઘટના પોલીસમાં નોંધાઈ છે.
આ ઘટનામાં ઘરમાલિક પરિવાર સસરાના અવસાનના પગલે અંતિમવિધિ માટે પોતાના વતનમાં ગયો હતો, તે દરમિયાન તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી લોખંડના કબાટમાં રાખેલા 1.75 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મુંદરાના જંદાય ગેટ પાસે 33 નંબરની કાંકરિયા વાડીમાં રહેતા 48 વર્ષીય રામજીભાઈ દેવાભાઈ સોધ મ (મહેશ્વરી) કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરમાંથી આ ચોરી થઈ છે. ફરિયાદ મુજબ, ગત તા. 25 ઓક્ટોબરના બપોરે રામજીભાઈ ભુજ ગયા હતા. ત્યારબાદ તા. 26 ઓક્ટોબરના તેમના પત્ની ગંગાબેન પણ ભુજ પહોંચ્યાં હતાં. દરમિયાન સસરાનું અવસાન થતાં રામજીભાઈ, તેમની પત્ની અને પરિવારના અન્ય સભ્યો સાથે નાની ખાખર ગામે અંતિમવિધિમાં ગયા હતા. આ દરમ્યાન પાડોશીએ ઘરની બહાર પડેલો માટીનો ગુલ્લો તૂટેલી હાલતમાં અને તેમાં રહેલા સિક્કા વેરવિખેર પડેલા હોવાનું જણાવ્યું હતું. પરિવારજનો ઘરે પહોંચ્યા હતા. તપાસ કરતાં ચોરી થયાનું બહાર આવ્યું હતું.

