રાપરમા નગાસર તળાવ ખાતે નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળા ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જે આગામી તા.4/11 સુધી ચાલશે આ સ્વદેશી મેળા નું આયોજન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાપર નગરપાલિકા ના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાના વડપણ હેઠળ કરવામાં આવ્યું છે. વિવિધ સટોલ ઉભા કરવામા આવ્યા છે. સ્વદેશી ચીજવસ્તુઓ તેલ, ધી, ગૌછાણ, ગૌમુત્રની ચીજવસ્તુઓ, કચ્છી ભરત રમકડા ખાણીપીણી રમકડા ફટાકડા આર્યુવેદ દવા ઉપચાર તથા અન્ય સરસામાન ના સ્ટોલ ઉભા કરવા મા આવ્યા છે.
રાપર નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો

