રસિકભાઈ ઠક્કરે મજબૂત કરેલો જનસંઘનો પાયો આજેય અડગ

ભૂકંપ સમયે ચોવીસે કલાક કરેલી જનસેવા આજેય લોકોને યાદ , પુણ્યતિથિએ અપાઈ શ્રદ્ધાંજલી

લોહાણા સમાજના મોભી, સામાજિક કાર્યોમાં હંમેશાં અગ્રેસર, ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જનસંઘના પાયાના કાર્યકર એવા ભુજના સ્વ. રસિકભાઈ મેઘજી ઠક્કરની પુણ્યતિથિ નિમિત્તે શુક્રવારે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સતત જનસેવામાં કાર્યરત રહેવા સાથે એ જમાનામાં જનસંઘનો પાયો કચ્છમાં મજબૂત કરવામાં સ્વ. રસિકભાઈ ઠક્કરની ભૂમિકા આજેય લોકોના માણસ ઉપર અંકિત થયેલી છે.
પુણ્યતિથિ નિમિતે સદગતની પ્રતિમા સ્થલેક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભુજ નગરપાલિકા, સ્વ. રસિકભાઈ મેઘજી ઠક્કર પરિવાર, સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં રાજકીય , સામાજિક મ આગેવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ, સમાજસેવકો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તેમની સેવાઓને યાદ કરી હતી.
સ્વ. રસિકભાઈ ઠક્કર લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત દોડતા રહેતા હતા અને કચ્છના પ્રશ્નો અંગે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની ક્ષમતા ધરાવતા અડીખમ નેતા તરીકે તેઓ જાણીતા હતા. ભુજના વિકાસ માટે તેમણે કરેલાં કાર્યો આજે પણ લોકોના સ્મરણમાં છે. તેવું આ પ્રસંગે જણાવાયું હતું. ખાસ કરીને ભૂકંપ સમયે તેમણે રાત-દિવસ જોયા વિના ૨૪ કલાક આપેલી સેવાઓ આજે પણ લોકો ભૂલી શક્યા નથી. ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની અંતિમવિધિ દરમિયાન લોહાણા સ્મશાનમાં તેમણે કરેલી કામગીરી માનવસેવાનું પ્રેરક ઉદાહરણ બની રહી છે. તેવું તેમને અંજલિ આપતા જણાવાયું હતું. શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સાથે સ્વ.ની સ્મૃતિમાં વિવિધ સેવાકાર્યો પણ કરાયા હતા. કાર્યક્રમમાં સ્વ. રસિકભાઈ ઠક્કર પરિવારના ઘનશ્યામભાઈ ઠક્કર, પિયુષભાઈ ઠક્કર, કલ્પેશ ઠક્કર (પુજારા) ઉપરાંત ભુજના માજી નગરપતિ અરુણભાઈ વછરાજાની, વર્તમાન કારોબારી ચેરમેન કમલ ગઢવી, રૂપલબેન ચાવડા, મૂળરાજભાઈ ઠક્કર , હિતેષ ચત્રભુજ ઠક્કર, અનવર નોડે, મેહુલ ઠક્કર, દેવદત્ત ગઢવી, દિલીપ ઠક્કર, સરોજબેન, જયંત ઠક્કર, વિનોદ ગોર, નિગમ ઠક્કર, વિભાકર અંતાણી , દર્શક અંતાણી, અંકિતાબેન ધોકાઈ, રાજુલાબેન શાહ , માલશ્રીબેન ગઢવી, નર્મદાબેન ગામોટ તેમજ રામુ બેન પટેલ , નરેન્દ્રભાઈ સ્વાદિયા , iધીરેન લાલન, કૌશિક કોઠારી સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.