માંડવીમાં દાતાઓના સહયોગે સેવાભાવી સંસ્થાઓએ યોજ્યો કાર્યક્રમ
માંડવીમાં ‘અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી અને ‘કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ – ગોધરાના સંયુક્ત ઉપક્રમેં રવિવારના દિવાળીના તહેવારની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીના પ્રમુખપદે માંડવીની જૈનપુરી અને નાનાલાલ વોરા માર્ગ પર આવેલા સોસાયટીના કાર્યાલયમાં યોજાયેલા લોકાર્પણ સમારોહમાં કચ્છના જરૂરતમંદ ૧૪ બહેનોને આત્મનિર્ભર કરવા ૧૪ સિલાઈ મશીન, ૪ સ્કૂલના બાળકો માટે વોટર કુલર અને ૨ સીલીંગ પંખા, ૩ દિવ્યાંગને વ્હીલચેર, ૧ દિવ્યાંગને વોકર, જરૂરતમંદ ૧ કન્યાને સાઈકલ તથા ગોધરા (તા.માંડવી)ના વૈષ્ણવ સમાજના નાગનાથ મહાદેવ તથા ભીમનાથ મહાદેવના સંકુલ માટે ૧૨ બાંકડા સહિત કુલ ૩૭ વસ્તુઓ, દાતાઓના સહયોગથી અર્પણ કરાઈ હતી. સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ મણીલાલ શાહે સ્વાગત પ્રવચનમાં દાતાઓની માહિતી આપી હતી. સહમંત્રી સુલતાનભાઈ મીરે આભારદર્શન કર્યું હતું.

