ભુજમાં જુગારના દરોડામાં છ સ્ત્રીપુરુષ ઝડપાયા : 4.34 લાખની રોકડ કબ્જે

ગણનાપાત્ર કેસ સાથે ભુજ એ ડિવિઝન પોલીસની કાર્યવાહી

ભુજ શહેર એ. ડિવિઝન પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી કરીને છ સ્ત્રીપુરુષ આરોપીને 4.34 લાખની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસ સાધનોના જણાવ્યા મુજબ રોકડ રકમ ઉપરાંત મોબાઇલ ફોન અને ગંજીપાનાં સહિત કુલ રૂ. 4,51,600ની માલમતા કબજે કરાઈ હતી. પકડાયેલા આરોપીઓમાં જગદીશ પ્રેમજીભાઈ ચુડાસમા ઓધવવંદના સોસાયટી ભુજ , રમેશભાઈ નારણદાસ ગોઢિયા સોનીવાડ, વાઘેશ્વરી મંદિર પાસે, ભુજ , ગૌરાંગ મહેન્દ્રભાઈ રામાવત, લાભશુભ સોસાયટી ભુજ, પરાગ અરવિંદભાઈ ચૌહાણ સવાયા ફળિયું, આશાપુરા મંદિરની બાજુમાં, ભુજ, ભાવિક શૈલેશભાઈ રાજગોર . ગેરવાડી, વંડી નાગરચકલા, ભુજ અને શોભનાબેન મહેન્દ્રભાઈ સોલંકી ભુજનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 4,34,600, 17,000ની કિંમતના પાંચ મોબાઇલ ફોન તથા ગંજીપાનાં કબજે કર્યા હતા. કુલ રૂ. 4,51,600નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમ પોલીસે જણાવ્યું હતું. આ મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા અધિનિયમની કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. નકુમ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.