ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં ભચાઉ તાલુકાના માય ગામે પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ખેડૂતો સાથે જોડાયા હતા. તેમજ કચ્છ જિલ્લાના ૧.૨૯ લાખથી વધુ ખેડૂત કુટુંબોને ૨૩.૯૧ કરોડથી વધુ સહાયનું વિતરણ કર્યું હતું. જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ગામના સરપંચો, વહીવટી તંત્રના અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
માય ગામે કિસાન ઉત્સવ દિવસ

