વડીલો સાથે દિવાળીની આગોતરી ઉજવણી

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજ ના ઉપક્રમે મેઘજી સેજપાલ જૈન આશ્રમ માંડવીના વડીલો સાથે દિપોત્સવી તહેવારની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાના અધ્યક્ષસ્થાને મુખ્ય દાતા કમલાવંતીબેન શશીકાન્તભાઈ મોરબીયા તથા અન્ય દાતાઓના સહયોગથી યોજાયેલ કાર્યક્રમમા મનોરંજન કાર્યક્રમમા વડીલોએ મોજ કરી હતી. વડીલો અને તેમના કેરટેકરને મિષ્ટાન તથા નમકીનનું વિતરણ કરાયું હતું. માહિ ક્રિએશન અને ચાર્મી ક્રિએશન મુંબઈના સહયોગથી વસ્ત્રોની સોગાદ આપવામાં આવી હતી. સંસ્થાના હિરેન દોશી, પ્રદિપભાઈ દોશી, શાંતિલાલ મોતા, ભાવનાબેન જોશી, ગિરીશભાઈ પારેખ , અનસૂયાબેન શાહ ,રમણીક સલાટ , જયશ્રીબેન ગિરનારી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.