રાજ્ય શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે, સતાપર ખાતે ૧ નવેમ્બરે યોજાશે વાર્ષિક સંમેલન
જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનનો ૩૧મો પ્રદેશ કક્ષાનો ફેડરેશન કન્વેન્શન આગામી ૧ નવેમ્બર, ૨૦૨૬ના કચ્છમા સતાપર (અંજાર ) ખાતે યોજાશે. સંત ત્રિકમદાસજી મહારાજની હાજરીમાં ગોવર્ધન પર્વત ખાતે યોજાનારા આ વાર્ષિક સંમેલનમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમા ફાઉન્ડેશનના ડેપ્યુટી વર્લ્ડ ચેરમેન નુરુદ્દીનભાઈ સેવાવાલા પણ ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં વર્ષ ૨૦૨૬ના પ્રમુખ તરીકે ડૉ. મધુકાંત આચાર્યની નિમણૂક કરવામાં આવી છે. તેમની વર્ષભરની કામગીરીને બિરદાવવા માટે શ્રેષ્ઠતાનું સન્માનપત્ર અર્પણ કરવામાં આવશે. જાયન્ટ્સ ગ્રુપ ઓફ અંજાર ટીચર્સના યજમાનપદે યોજાનારા આ કાર્યક્રમનુ ચેરપર્સન તરીકે શોભનાબેન વ્યાસ આયોજન કરી રહ્યાં છે. કચ્છ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ૪૦૦ સભ્ય ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિવિધ સામાજિક અને સેવાકીય ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન દેશ-વિદેશમાં ૬૦૦થી વધુ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. સંસ્થા વર્ષોથી માનવસેવા, જીવદયા અને સમાજસેવાના ક્ષેત્રે કાર્યરત છે. આ સંમેલનમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ સેવાકીય કામગીરી કરનાર ગ્રુપો અને વ્યક્તિઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.

