૨૭૮૪ આંયમબિલ થયા , તપસ્વીઓનો પારણા મહોત્સવ યોજાયો
આરાધના ભવન જૈન સંઘ ભુજના ઉપક્રમે જૈનાચાર્ય આનંદ વર્ધનસૂરીશ્વરજી – મ.સા., આચાર્ય આત્મદર્શનસૂરીશ્વરજી મ.સા. આદિ ઠાણા – ૧૮ ની હાજરીમાં લાભાર્થી લીલાવંતી બેન મનસુખલાલ ગણેશભાઈ શેઠ પરિવાર, લલિયાણા ભુજના સહયોગથી શાશ્વતિ નવપદની ઓળીનું સમાપન કરાયું હતું અને ૨૭૦ આરાધકોનો પારણા મહોત્સવ યોજાયો હતો .
૧૮/૧૦થી શરૂ થયેલો આ શાશ્વતી ઓળીમાં કુલ ૨૭૦ આરાધકો જોડાયા હતા અને ૨૭૮૪ આયંબિલ થયા હતા – જેનું 26/10 ન સમાપન થતા દાતા પરિવારના સહયોગથી તમામ આરાધકોને 27/10 ના પારણા કરાવાયા હતા. આ પ્રસંગે આત્મ દર્શન સૂરીશ્વરજી મ.સા. એ તપ ને કર્મ નિર્જરાનું અમોધ શસ્ત્ર ગણાવી તપસ્વી રત્નોને બિરદાવ્યા હતા અને દાતા પરિવારની અનુમોદના કરી હતી. આ અવસરે સંઘ દ્વારા દાતા પરિવારનું અભિવાદન કરાયું હતું. દાતા પરિવારે સંઘનો ઋણ સ્વીકાર કર્યો હતો સંઘ ના મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઈ મેહતાના નેતૃત્વ માં માનદ મંત્રી ચંદુભાઈ ગઢેચા હોદેદારો ટ્રસ્ટ મંડળ ના સભ્યો યુવાનો દાતા પરિવાર ના સભ્યો વિગેરે એ જહેમત ઉઠાવી હતી તેવું મીડિયા કન્વીનર વેલજીભાઈ ગણેશભાઈ મેહતા એ જણાવ્યું હતું .

