છ-કોટી સ્થાનકવાસી જૈન સંઘના વરિષ્ઠ ગુરુ ભાસ્કરમુનિ મ.સા.ની પ્રેરણાથી માંડવી છ-કોટી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ૧૨ વર્ષ સુધીના બાળકો માટે સુવર્ણપ્રાશનનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં સેવા આપતા ડો.જય કિર્તીભાઈ મહેતાએ સુવર્ણપ્રાશનના ટીપાથી થતાં ફાયદાની માહિતી આપી હતી. છ-કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા, મંત્રી પુનિતભાઈ શાહ, દિનેશભાઇ શાહ અને ખજાનચી જયેશભાઈ જી. શાહ હાજર રહ્યા હતા.
માંડવીમાં સુવર્ણપ્રાશનનો કેમ્પ યોજાયો

