નખત્રાણામાં રબારી સમાજની બેઠકમાં શિક્ષણ, સંગઠન પર ભાર મૂકવામાં આવ્યો

સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ તથા કારોબારી સમિતિની વરણી કરવામાં આવી

નખત્રાણા ખાતે માલધારી છાત્રાલયમાં નખત્રાણા તાલુકા રબારી સમાજની બેઠક પ્રમુખ માંડાભાઈ પન્નાભાઈ ભોપાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં નવા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સદસ્યોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી નખત્રાણા તાલુકા રબારી સમાજના પ્રમુખ તરીકે કરણભાઈ ભોજરાજભાઈ રબારી ( સરપંચ ઉગેડી ) તેમજ ઉપપ્રમુખ તરીકે રામાભાઇ હભુભાઈ રબારી ( મોસુણા ), તેમજ મહામંત્રી તરીકે કાનાભાઈ આશાભાઈ રબારી ( ખાંભલા ), મંત્રી તરીકે લાખાભાઈ સોનાભાઈ રબારી ( વ્યાર )
તેમજ ખજાનચી તરીકે મુરાભાઈ ગાભાભાઇ ( મોસુણા )ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ સાથે તાલુકા રબારી સમાજ કારોબારી સમિતિના સદસ્યોની પણ વરણી કરવામાં આવી હતી આ બેઠકમાં માકપટ રબારી સમાજના પૂર્વ પ્રમુખ ખેંગારભાઈ પબાભાઈ રબારી, વેલાભાઈ કમાભાઈ રબારી, ભીખાભાઈ કાનાભાઈ રબારી, ખીમાભાઈ આશાભાઈ રબારી, જેઠાભાઇ માંડાભાઈ રબારી, મંગલ વેલા રબારી, હીરાભાઈ રબારી ( વ્યાર ), ગાભાભાઇ રબારી ( મોસુણા ), મેઘા વંકા રબારી ( બેરુ ), દેવાભાઈ રબારી (નખત્રાણા ), વંકા ભાઈ રબારી ( નખત્રાણા ), ભીખા ચના રબારી (વિથોણ), હીરાભાઈ રબારી ( ગંગોણ), કરમશીભાઈ રબારી ( વિરાણી), સહિતના હાજર રહ્યા હતા. તેમણે સમાજના નવા હોદ્દેદારો તેમજ કારોબારી સદસ્યોને આવકાર્યા હતા. રબારી સમાજમાં શિક્ષણ સંગઠન કેમ વધે એકતા કેમ વધે તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો કુરિવાજો અંધશ્રદ્ધા વ્યસન ફેશન ખોટા ખર્ચ વગેરેમાંથી રબારી સમાજને દૂર કરવા માટે સમાજ દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવસે વ્યસન ફેશન કુરિવાજો અને અંધશ્રદ્ધા અને ખોટા ખર્ચો માંથી રબારી સમાજ બહાર આવશે તો જ આગળ પ્રગતિ કરી શકીશું અને સમય સાથે તાલ મિલાવી શકીસૂ તેવું નવનિયુક્ત પ્રમુખ કરણભાઈ રબારીએ જણાવ્યું હતું.