1800 લીટર આથો, 280 લીટર દારૂ સાથે બે ભાઈ 2.86 લાખના મુદ્દામાલ સાથે પકડાયા
અંજાર તાલુકાના ભુવડ ગામ નજીક નદીના પટમાં બાવળની ઝાડીઓ વચ્ચે ગેરકાયદેસર રીતે ચાલતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી પોલીસે બે ભાઈને ઝડપી લીધા હતા. સ્થળ પરથી 1800 લીટર આથો અને 280 લીટર તૈયાર દેશી દારૂ સહિત કુલ 2,86,200નો મુદ્દામાલ કબજે કરાયો હતો.
અંજાર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ જશુભા વાઘેલાની ફરિયાદ મુજબ, ભુવડ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળે પહોંચી તપાસ કરતાં બે શખ્સ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતા ઝડપાયા હતા. જેમની ઓળખ મેઘરાજસિંહ નારૂભા જાડેજા રહે. મોટી ખેડોઈ, અને રૂપીરાજસિંહ નારૂભા જાડેજા, રહે. ટીલાટ ફળિયું, મોટી ખેડોઈ તરીકે થઈ હતી. સ્થળ પરથી બે લોખંડના આશરે 200 લીટર ક્ષમતાના બેરલ, તેમાં ફીટ કરાયેલા એલ્યુમિનિયમના ગમેલા તથા અન્ય સાધનો મળી આવ્યા હતા. નજીકમાં ચાર 200 લીટરના પ્લાસ્ટિક બેરલ અને બે 500 લીટરની ટાંકીમાં ભરેલો કુલ 1800 લીટર આથો મળી આવ્યો હતો, આ ઉપરાંત 14 કેરબામાં ભરેલો 280 લીટર દેશી દારૂ વગેરેવમળી કુલ 2,86,200નો મુદ્દામાલ કબજે કરાયો હતો. તેમ પોલીસે જણાવ્યું હતું.

