રાજ્યના પોલીસ વડાની કચ્છ મુલાકાત: ગુનાખોરી અને સરહદ સુરક્ષાની કરી સમીક્ષા

સુરક્ષ એજન્સીઓ સાથે પણ બેઠક યોજી કરી ચર્ચા વિચારણા

ગુજરાતના પોલીસ વડા જી.એસ. મલિક (IPS)એ શનિવારે ભુજ ખાતે IGP બોર્ડર રેન્જ કચેરીની મુલાકાત દરમિયાન ક્રાઇમ કોન્ફરન્સમાં હાજરી આપી હતી.

આ બેઠકમાં પ્રાદેશિક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ ચાલુ ગુનાહિત કેસોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

ક્રાઇમ કોન્ફરન્સ બાદ હાઈ-ટી દરમિયાન વિવિધ સરહદ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે સરહદ સુરક્ષા અને આંતર-એજન્સી સંકલન અંગે પણ પોલીસ મહાનિર્દશક દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ ઉપરાંત DGP જી.એસ. મલિકે ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આવેલા પોલીસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યું હતું તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીની મુલાકાત લઈ વહીવટી કામગીરીની સમીક્ષા પણ કરી હતી.