Headlines

નમો પદયાત્રી કેમ્પમાં સેવા સાથે એકતાનો પથરાયો ઉજાશ

રાસગરબા અને મહાઆરતીમાં માઇભક્તો અને અગ્રણીઓ, આયોજકો બન્યા લિન માતાનામઢના પદયાત્રીઓ માટે શરૂ કરાયેલા ભુજ આર.ટી.ઓ. સાઇટ ખાતે કાર્યરત નમો પદયાત્રી કેમ્પમાં એકબાજુ મહાઆરતી અને રાસગરબા સહિતના કાર્યક્રમોએ સેવા સાથે ભક્તિ અને આરાધનાનો અનેરો માહોલ સર્જ્યો હતો. તો આ કેમ્પમાં સેવા આપતા વિવિધ વર્ગ અને ક્ષેત્રના સેવભાવીઓ દ્વારા કચ્છની કોમીએકતા અતૂટ અને અટલ હોવાના દર્શન…

Read Full News

નરેશમુનિ ‘આનંદ’ના જન્મદિવસે દરશડી માં રવિવારે રક્તદાન શિબિર

વ્યવસ્થા ભુજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સંભાળશે કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના ગુરુ ધીરજલાલજી સ્વામીના શિષ્ય અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ ‘આનંદ’ના ૬૯માં જન્મદિવસ પ્રસંગે તા.૧૧-૧૦ રવિવારના સવારના ૭-૩૦ થી ૨ વાગ્યા દરમિયાન માંડવી તાલુકાના દરશડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાશે. આ રક્તદાન શિબિરની વ્યવસ્થા ભુજની ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સંભાળશે. આ રક્તદાન…

Read Full News

શિક્ષક સંતાનોનો અભિવાદન સમારોહ યોજાયો

પાટવાડી શાળા, ભુજ ખાતે નિવૃત્ત શિક્ષકો, વિશિષ્ટ સિદ્ધિ મેળવનારનુંયે બહુમાન કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક નિધિ ટ્રસ્ટ દ્વારા પાટવાડી શાળા, ભુજ ખાતે શિક્ષક સંતાનોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર શિક્ષક સંતાનોનું અભિવાદન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન અને ઇનામના દાતા તરીકે પરેશભાઈ ગુજરાતી રહ્યા હતા. આમંત્રિત મહેમાનો તરીકે જિલ્લા…

Read Full News

નમો કેમ્પએ ત્રીસેક હજાર પદયાત્રીની સેવાનું ભાથું બાંધ્યું

વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ સેવાકાર્ય બિરદાવી શુભેચ્છા પાઠવી માતાનામઢ જતા પદયાત્રીઓની સેવા માટે ભુજમાં આર.ટી.ઓ. સાઇટ ખાતે શરૂ કરાયેલા નમો કેમ્પનો બુધવાર સાંજ સુધી અંદાજીત ત્રીસેક હજાર યાત્રીઓએ લાભ લીધો હતો. સેવાના આ આયોજનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રશંસા કરીને કેમ્પને શુભકામનાઓ પાઠવી હતી. બુધવારે નમો કેમ્પની ગઢશીશા…

Read Full News

કચ્છ પુન:નિર્માણની શક્તિ મારી સૌથી મોટી પ્રેરણા : મોદી

ભુજ ખાતે વિકસિત ભારત સંકલ્પ સભામાં વર્ચ્યુઅલી જોડાયા વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાસનના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યના શ્રમ, કૌશલ્ય અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં ભુજની લાલન કોલેજ ખાતે “વિકસિત ભારત સંકલ્પ” સભા યોજાઈ હતી. આ પ્રસંગે રાજ્યમંત્રીએ નાગરિકોને વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના…

Read Full News

મુન્દ્રામાં પોલીસે યોજી મેરેથોન, આબાલવૃદ્ધ દોડ્યા

નશામુક્ત ભારત થીમ પર સેવા સંકલ્પ હેઠળ આયોજન મુન્દ્રા સ્થિત પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની વિભાગીય કચેરી દ્વારા મંગળવારે નશામુક્ત ભારત અને સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મેરેથોન દોડ યોજાઈ હતી. આ મેરેથોન દોડમાં મુન્દ્રા વિસ્તરના આબાલવૃદ્ધ નાગરિકો અને અગ્રણીઓ જોડાયા હતા. મદદનીશ પોલીસ અધિક્ષક ગૌતમ વિવેકાનંદનએ આયોજન સંદર્ભે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ જિલ્લા…

Read Full News

માધાપરમાં મંદિરે દર્શન કરી પરત ફરતા વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેનની ચિલ્ઝડપ

દ્વિચક્રી પર આવેલા બે શખ્સ 17 ગ્રામની ચેન લઈ રફુચક્કર ભુજ શહેરને અડીને આવેલા તાલુકાના માધાપર ગામે મંદિરેથી દર્શન કરી ઘરે પરત ફરી રહેલા વૃદ્ધ મહિલાના ગળામાંથી દ્વિચક્રી પર આવેલા બે અજાણ્યા શખ્સ સોનાની ચેન ખેંચી ફરાર થઈ જતા પોલીસ દોડધામમાં પડી ગઈ છે. બનાવ બાબતે માધાપર પોલીસ મથકે માધાપરના વેપારી પરષોતમભાઈ ખેંગારભાઈ સોલંકી (સોની)એ…

Read Full News

ઝુરા સોલાર પ્રોજેક્ટ ખાતેથી ત્રણ લાખના કેબલની કરાઈ તસ્કરી

કેબલ બંને છેડેથી કાપી બે હજાર મીટર કેબલ ઉઠાવી જવાયો ભુજ તાલુકાના ઝુરા ખાતે કાર્યરત અયાના રીન્યુએબલ પાવર પ્રાઇવેટ લિમિટેડના સોલાર અજાણ્યા તસ્કરો આશરે ત્રણ લાખની કિંમતના કેબલની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સોલાર પ્રોજેક્ટમાં સિક્યુરિટી ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ ફતુભા ઝાલાએ આ ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર…

Read Full News

રાયધણજરમાં 9595 ટન અનધિકૃત બેનટોનાઈટ જપ્ત

પોલીસ તપાસમાં રોયલ્ટી કરતાં વધુ જથ્થો મળ્યો, 51.08 લાખના દંડ માટે કાર્યવાહી ખનીજ ચોરી અને અનધિકૃત ખનીજ સંગ્રહને નેસ્તનાબૂદ કરવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ-ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખા દ્વારા અબડાસાના રાયધણજર ગામે મોટી કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી.રાયધણજર ગામમાં એક રજિસ્ટર્ડ પ્લોટમાં રોયલ્ટી…

Read Full News

નાગલપરમાં તાળું તોડી 4.91 લાખની ઘરફોડી

માતાપુત્ર દવા લેવા ભુજ ગયા અને પાછળથી કરાઈ ચોરી નખત્રાણા તાલુકામાં નાગલપર ગામે પરિવારના માતાપુત્ર દવા લેવા ભુજ ગયા બાદ પાછળથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી કબાટની તિજોરીમાંથી 4.91 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનો મામલો બહાર આવ્યો છે. આ અંગેની ફરિયાદ મુજબ નાગલપર ખાતે રહેતા મોંગીબેન (મધુબેન ) અનિલભાઈ ચાવડા પાંચમી ઓક્ટોબરના તેમના…

Read Full News