રાજ્ય મંત્રી વેપારીઓને મળ્યા, રજૂઆતો સાંભળી સંલગ્ન તંત્રોનું ધ્યાન દોર્યું
રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ દેવદિવાળીના અંજાર શહેરની મુખ્ય બજાર , 12 મીટર રોડ, માલાશેરી, શાસ્ત્રી રોડ, કસ્ટમ ચોક, ખાતે જુદાજુદા વેપારીઓ સાથે મુલાકાત કરીને તેમના સાથે સંવાદ સાધ્યો હતો.
વેપારીઓએ સફાઈ, લાઈટ તેમજ બજારમાં ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી હતી. સંબંધી તંત્રને વેપારીઓના આ પ્રશ્નો તેમજ ટ્રાફિકની સુચારુ વ્યવસ્થા ગોઠવવા રાજ્ય મંત્રીએ સૂચના આપી હતી.
તેમણે વેપારીઓને ખાત્રી આપી હતી કે શહેરના ધંધા રોજગાર ઉધોગોને નવી ગતિ આપવા રાજ્ય સરકાર તેમની સાથે જ છે . સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પણ શ્રી છાંગાએ અનુરોધ કર્યો હતો.
શહેરની મુખ્ય બજાર તેમજ અલગ અલગ વિસ્તારમાં વેપારીઓ દ્વારા રાજ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુધરાઈના પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, ભાજપના પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, જિલ્લા ભાજપના સુરેશભાઈ ટાંક, કૃપાલસિંહ રાણા, પ્રકાશભાઈ લોદરીયા, અશ્વિનભાઈ સોરઠીયા, આશિષભાઈ ઉદવાણી, પરેશભાઈ માલસતર, ડેનીભાઇ શાહ, વસંતભાઈ કોડરાણી, દીગતભાઈ ધોળકિયા, વૈભવભાઈ કોડરાણી, કલ્પનાબેન ગોર, આકાશભાઈ કોડરાણી, જયશ્રીબેન મહેતા, અલ્પેશભાઈ દરજી, અશ્વિનભાઈ પંડ્યા, વૈશાલીબેન સોરઠીયા, નિલેશભાઈ ગોસ્વામી, વગેરે સાથે રહ્યા હતા.

