ભુજમા ‘કલ્પસૂત્ર’ની શોભાયાત્રામાં ભાવિકો જોડાયા
આરાધના ભવન જૈનસંઘ દ્વારા યોજાયો કાર્યક્રમ આરાધના ભવન જૈન સંઘ ભુજના ઉપક્રમે ચાતુર્માસ નિશ્રાદાતા જૈનાચાર્ય આનંદવર્ધનસૂરીશ્વરજી અને આચાર્ય આત્મદર્શનસૂરીશ્વરજી મ.સા. આદી ઠાણા-૧૮ની હાજરીમાં ‘કલ્પસૂત્ર’ની પોથીની શોભાયાત્રા દર્શન-ભાવના- વિગેરે અનુષ્ઠાનો યોજાયાં હતા. સંઘ સમક્ષ વાંચન કરવા માટે લાભાર્થી પરિવાર દ્વારા કલ્પસૂત્રની પોથી વહોરાવવામાં આવી હતી. પ્રવચનમાળામાં પ્રવચનકાર આત્મદર્શનસૂરી મ.સા.એ વાર્ષિક કરવા પાત્ર ૧૧ કર્તવ્યો પર વિવેચન…

