વર્ધમાન તપ અને આંયબિલ શાળા ભુજના ઉપક્રમે મંગળવારે પારણા મહોત્સવ

ભુજ ખાતે વર્ધમાન તપ અને આંયબિલ શાળાના ઉપક્રમે, આસો માસની શાશ્વતી ઓળીનો જૈન ગુર્જર વાડી (વંડા) ખાતે તા.૨૭-૧૦ મંગળવારના સવારના ૭-૩૦ કલાકે પારણા મહોત્સવ યોજાશે. પારણા સહિતનો લાભ ત્રણ દાતા, હેમલત્તાબેન નટવરલાલભાઈ મહેતા પરિવાર (હસ્તે. પ્રીત, ધરા, દિપા દિપેશભાઈ મહેતા), વીરૂબેન લખમશી શાહ પરિવાર (હસ્તે આશાબેન પ્રકાશભાઈ શાહ, ભડલી-ભુજ ) અને મણિલાલ શંભુલાલ શેઠ પરિવાર (હસ્તે. રમેશ મણીલાલ શેઠ) પરિવારે લીધો છે. દરરોજ ૩૫૦ થી ૪૦૦ જેટલી સંખ્યામાં આંયબિલ તપની આરાધના જ્યારે ૩૦૦ જેટલા તપસ્વીઓએ આંયબિલ તપની ઓળી કરિ છે. સોમવારના ૫ થી ૧૫ વર્ષના ૨૫૦ બાળકોએ આંયબિલ તપની આરાધના કરી હતી.