માંડવીમાં પાંચેગચ્છની આંયબિલ તપની ઓળીનો પ્રારંભ

૨૭મીએ મંગળવારના જૈનપુરીમાં પારણોત્સવ ઉજવાશે

માંડવી શહેરમાં સાધ્વી દિવ્યગીરાશ્રીજી મ.સા. આદી ઠાણા-૩, સાધ્વી મહાપદ્માગુણાશ્રીજી મ.સા. આદિ ઠાણા-૨ તથા સાધ્વી હંસાબાઈ તથા પિયુષાબાઈ મહાસતી આદિ ઠાણા-૫ ની હાજરીમાં બંધુ ભગિનીના આત્મશ્રેયાર્થે જડાવબેન કાનજીભાઈ ઠાકરશી પરિવાર તરફથી સ્વ. જયંતભાઈ તથા સ્વ. ચેતનાબેનના આત્મશ્રેયાર્થે આસો માસની શાશ્વતી આંયબિલ તપની માંડવીના જૈન સમાજના પાંચેગચ્છની ઓળીનો દસ દિવસ માટે પ્રારંભ માંડવીની જૈનપુરીના હોલમાં થયો હતો. સાધ્વીજીઓએ આંયબિલ તપના આરાધકોને માંગલિક શ્રવણ કરાવી જણાવ્યું હતું કે, આંયબિલ તપની આરાધના એ રસેન્દ્રિય પર વિજય પ્રાપ્તિનું આધ્યાત્મિક ચેતનાનું તપ છે. આંયબિલ તપની ઓળીનું તા.૨૬-૧૦ સોમવારના સમાપન થશે. તા.૨૭-૧૦ મંગળવારના સવારના ૭-૩૦ વાગ્યે જૈનપુરીના હોલમાં પારણોત્સવ ઉજવાશે. આંયબિલ તપની વ્યવસ્થા બે-નાતના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ અને તેમની ટીમ સંભાળી રહ્યા છે