મહાવીર નિર્વાણ કલ્યાણકની પાક્ષિક શુભારંભે દાતાઓ 3.33 લાખનું દાન

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજ ના ઉપક્રમે મુખ્ય દાતા કમલાવંતીબેન શશીકાન્તભાઈ ખીમજીભાઈ મોરબીયા પરિવાર (માંડવી-ભુજ) તથા અન્ય દાતાઓના સહયોગથી, મહાવીર પ્રભુના 2552 મા નિર્વાણ કલ્યાણકની પાક્ષિક ઉજવણીનો પ્રારંભ રવિવારે જીવદયા માનવસેવા ના કાર્યો સાથે કરાયો હતો. ચાતુર્માસ ગાળતા આચાર્ય આનંદવર્ધન સૂરીજી મ.સા.,અને આચાર્ય આત્મદર્શન સૂરીશ્વરજી મ. સા . એ મંગલાચરણ સાથે આ સેવા યજ્ઞનો શુભારંભ કરાવ્યો હતો. સેવા યજ્ઞનો શુભારંભ જીવદયાના કાર્યો સાથે કરાયો હતો. જેમાં ૧૦૦૦ જેટલા ગૌવંશને 4400 કિલ્લો લીલાચારાનું નીરણ કરાયું હતું અને બીમાર ચોપગા ને લાડુ તેમજ શ્વાનોને દુધ – રોટલી – ખીચડી, પક્ષીને ચણ વગેરે કાર્યો કરાયાં હતાં. શ્રમજીવી પરિવારોમાં પૌષ્ટિક આહાર સાથે વસ્ત્રો આદિ નું વિતરણ કરાયું હતું.
પાક્ષિક સેવા યજ્ઞમાં, દરરોજ માનવસેવા અને જીવદયા નાં કાર્યો કરાશે. જેમાં ભુજ – રાપર – માંડવી વગેરે વિસ્તારો આવરી લેવાશે. ૫ હજાર જેટલા દિવ્યાંગો, વડીલો, શ્રમજીવીઓ વગેરેના દ્વારે જઈને શુદ્ધ ઘી ની મીઠાઈ – નમકીન – ફ્રૂટ – વસ્ત્રો આદિનું વિતરણ કરાશે. સેવા યજ્ઞની દાતાઓને જાણ થતાં જ, તેઓ સ્વયંભૂ સહયોગ માટે આગળ આવ્યા હતા શુભારંભે રૂા. 333000/- નું દાન જાહેર થયું હતું. જેમાં મુખ્ય દાતા કમલાવંતીબેન શશીકાન્તભાઈ ખીમજીભાઇ મોરબીયા પરિવાર તરફથી રૂા. ૧,૫૦,૦૦૦, આત્મદર્શનસૂરીજીની પ્રેરણાથી 50000.તથા અન્ય એક સદગૃહસ્થ તરફથી 50000, આરાધનાભવન જૈન સંઘ તરફથી 36000, કૈલાશભાઈ અનામ તરફથી 26000, રસિકલાલ હેમચંદ મેહતા 11000,
બળવંતસિંહ જાડેજા તરફથી 10000નો સહયોગ મળ્યાનું સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતા અને પ્રદિપ ભાઈ દોશીએ જણાવ્યું હતું. સંસ્થાના મોભી વી. જી. મહેતાના નેતૃત્વમાં ડોક્ટર રૂપાલી બેન મોરબીયા હિરેન આર.દોશી,પ્રદીપભાઈ. વી. દોશી ભાવનાબેન જોશી, મનીષ મહેતા, અરવિંદભાઈ મહેતા, વિજય મહેતા, શાંતિલાલ મોતા,મહેશ મેહતા ઓજસ શેઠ, કેશવી ઠક્કર વગેરે કાર્યકરોએ જહેમંત ઉઠાવી હતી.