ગૃહિણી તરીકેની જવાબદારી સાથે અભ્યાસ ક્ષેત્રે સિદ્ધિ

આદિપુરના પ્રતિક્ષાબાએ મેળવ્યો સુવર્ણ ચંદ્રક મૂળ અબડાસાના નલિયાના વતની પરિવારના પુત્રી અને હાલ આદિપુર નિવાસી જાડેજા ભરતસિંહ માધવસિંહજીના પુત્ર પ્રશાંતસિંહનાં પત્ની પ્રતીક્ષાબા બલભદ્રસિંહ રાણા આદિપુર ખાતે તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં એમ.એસસી. (મેથેમેટિક્સ) વિષયમાં અભ્યાસ કરી રહ્યાં છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા વર્ષ 2026માં લેવાયેલી એમ.એસસી. સેમેસ્ટર-4ની પરીક્ષામાં પ્રતીક્ષાબાએ મેથેમેટિક્સ વિષય…

Read Full News

ભચાઉ-સામખિયાળી ધોરીમાર્ગે રામદેવજી મહારાજનો બે દિવસીય મેળો

ભાદરવા સુદ દશમ અગિયારસે યોજાશે મેળો, મુંબઈ સહિત વાગડ પંથકમાંથી શ્રદ્ધાળુઓ ઉમટશે ભચાઉ-સામખિયાળી વચ્ચેના નેશનલ હાઈવે પર રામદેવજી મહારાજના મંદિર ખાતે તા. 21 અને 22 સપ્ટેમ્બર દરમિયાન પરંપરાગત બે દિવસીય મેળો યોજાશે. આ મેળાને લઈને મેળા સમિતિ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે…

Read Full News

રવેચી મેળામા માનવ મહેરામણ ઉમટયો

કચ્છ, વાગડ સહિત વિવિધ સ્થળેથી લોકો ઉમટ્યા વાગડ વિસ્તારના યાત્રાધામ અને સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત માં આસ્થાનું કેન્દ્ર એવા તાલુકા મથક રાપરથી પંદર કિલોમીટર દૂર આવેલા રવ ગામમાં રવેચી માતાજીના મંદિરે દર વર્ષે ભાદરવા સુદ આઠમના યોજાતો ભાતિગળ મેળો ભરાયો હતો જેમાં દેશ વિદેશમાં તથા વાગડ કચ્છ ગુજરાત સૌરાષ્ટ્ર મુંબઈ દક્ષિણ ગુજરાત સહિત ના વિસ્તારમાથી મેળો…

Read Full News

કચ્છ યુનિવર્સિટીમાં “આશીર્વાદના દીવડા”

વિશેષ કાર્યક્રમ સાથે કરવામાં આવેલી ઉજવણી કચ્છ યુનિવર્સિટી ખાતે ‘આશીર્વાદના દીવડા’ કાર્યક્રમ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે 25 વર્ષના શાસનના સંકલ્પ અને વિકાસયાત્રા અંગે ચર્ચા કરી હતી તેમજ દેશના વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસકાર્યો અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં કચ્છ. ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, ભુજ મતવિસ્તારના ધારાસભ્ય…

Read Full News

શોર્ટ મુવી કલાકાર જિયાનો ગણપતિ મહોત્સવ

વિવિધ કાર્યક્રમમાં ભાવિકો, અગ્રણીઓ, શ્રદ્ધાળુઓ જોડાયા ભુજના યોગીરાજ પાર્ક ખાતે રહેતા શોર્ટ મૂવીના બાળ કલાકાર જીયા સંજયભાઈ ત્રિપાઠીએ ભગવાન ગણેશજીની સ્થાપના કરી સેવા-અર્ચના કરી હતી. આ મહોત્સવ દરમિયાન તેમણે માટીના ગણપતિની સ્થાપના કરી પર્યાવરણ બચાવવાના અભિયાનને આગળ ધપાવવાનો સંદેશ આપ્યો હતો. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે પંચદિવસીય કાર્યક્રમ યોજાયા હતા. દરરોજ સાંજે…

Read Full News

ભુજમાં સન સીટીમાં ગજાનંદની 11 ફૂટની મૂર્તિ આકર્ષણ

સોમૈયા પરિવાર દ્વારા પાંચ દિવસીય મહોત્સવનો પ્રારંભ ભુજ શહેરમાં મીરઝાપર રોડ ખાતે સનસિટી સોસાયટીમાં અગ્રણી નરેશ જયંતીલાલ સોમૈયા પરિવાર દ્વારા સાતમો ગણેશ ઉત્સવ પરંપરાગત રીતે શરૂ કરાયો હતો. . આ પાંચ દિવસીય મહોત્સવને પરિવાર દ્વારા માત્ર પોતાનું આયોજન બનાવવાના બદલે સાર્વજનિક સ્વરૂપ આપી સૌને સામેલ કાયા છે. આ મહોત્સવની 11 ફૂટની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની…

Read Full News

ગોધરા ગામે શીતલ જલધારાનું ભૂમિ પૂજન

દાતા પરિવારના સહયોગથી સેવાકાર્યની કરાઈ શરૂઆત કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા દાતા બ્રહ્મલીન જીણાજી નાથાજી પ્રજાપતિ (મારવાડી ગુરુજીના આશીર્વાદ)ના આર્થિક સહયોગથી શીતલ જલધારાનું ભૂમિ પૂજન કરાયું હતું. આ અગાઉ આ દાતા પરિવાર દ્વારા વર્ષોથી સમગ્ર કચ્છ જિલ્લાના જરૂરતમંદ વિસ્તારના લોકો માટે પાકી જલધારા તેમજ ઘણી જગ્યાએ ઠંડા પાણીના કુલર પણ આપવામાં આવ્યા હોવાનું…

Read Full News

બાલાજી સન્યાસી સંતોષ આશ્રમે કાર્યક્રમો યોજાયા

અખંડ ધુણાનો ચોથા વર્ષમાં પ્રવેશ થયો ભુજ તાલુકામાં લેર કોટડા ચકાર રોડ પર આવેલા બાલાજી સન્યાસી સંતોષ આશ્રમ હનુમાન મઢી ખાતે અખંડ ધુણાના ચોથા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મહંત બુદ્ધનંદગીરી બાપુના સાનિધ્યમાં સવારે હનુમાન ભૈરવ યજ્ઞ, ભક્તિ રાસ, મહાપ્રસાદ, બાળકો દ્વારા હનુમાન ચાલીસા, સંગીતમય મહાઆરતી રવી લાંભા ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી….

Read Full News

વિવેકાનંદના વક્તવ્યની વાર્ષિક ઉજવણી

ગાંધીધામ સેવી શાળામાં યોજાયો કાર્યક્રમ 11 સપ્ટેમ્બર 1893ના સ્વામી વિવેકાનંદજીએ શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા ઐતિહાસિક વક્તવ્યની વાર્ષિક ઉજવણી અવસરે સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીધામ ખાતે વ્યક્તિત્વ વિકાસ યુવા શિબિર તથા વિશેષ વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે રામકૃષ્ણ મઠ આદિપુરના મંત્રેશાનંદજી મહારાજ, શાળાના મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિબેન મુનશીયાની, રામકૃષ્ણ શારદા સેવાશ્રમ પ્રાર્થના કેન્દ્રના સંયોજક…

Read Full News

માંડવીમાં કલ્પસૂત્ર શોભાયાત્રામાં પાંચેય ગચ્છ જોડાયા

પર્યુષણ ઉજવણી અંતર્ગત યોજાયો ધાર્મિક કાર્યક્રમ માંડવીમાં જૈન સમાજમાં પર્યુષણ પર્વ ઉલ્લાસભેર ઉજવાઈ રહ્યા છે. સવાર સાંજ પ્રતિક્રમણમાં અને પૂજા તેમજ દેવ દર્શન કરવા ભાવિકો ઉમટી રહ્યા છે. આ ઉપરાંત ભાવિકો યથાશક્તિ આરાધના પણ કરી રહ્યા છે. ત્રણગચ્છ જૈન સંઘના ઉપક્રમે સાધ્વીજીની હાજરીમાં મહાવીર બેન્ડ પાર્ટીના સથવારે કલ્પસૂત્રની નીકળેલી શોભાયાત્રામાં માંડવીના જૈન સમાજના પાંચેગચ્છના ભાવિકો…

Read Full News