નિવૃત્તિ વેળાએ સન્માન

હાજીપીર પોલીસ મથકના અધિકારી વી.ડી. ગોહિલ વય મર્યાદાના કારણે નિવૃત થતા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના હસ્તે તેમને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે પોલીસ મથકના સહાયક ફોજદાર નરેન્દ્રસિંહ પરમાર , સ્ટાફના દિનેશ ચૌધરી , કિરણ નાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.