સામખીયાળી પોલીસની ઝપટમાં જુગારધામ, સાત ઝડપાયા

1.66 લાખની માલમતા કબજે, 1.41 લાખ રોકડા, પાંચ મોબાઈલ ફોન જપ્ત

પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના સામખીયાળી પોલીસ સ્ટેશન દ્વારા જુગારના ગણનાપાત્ર કેસનો પર્દાફાશ કરી સાત શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કુલ 1,66,500ની કિંમતની માલમતા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ સાધનો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સામખીયાળી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે.એમ. ઝાલાની સૂચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસ ટુકડીએ આ દરોડો પાડતાં જુગારનો ગણનાપાત્ર કેસ પકડાયો હતો. પોલીસે સ્થળ પરથી સાત શખ્સને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 1,41,500 રોકડા, પાંચ મોબાઈલ ફોન અને ગંજીપાનાં મળી કુલ 1,66,500ની માલમતા કબ્જે કરાઈ હતી.
જુગાર રમવાના આરોપસર પકડાયેલા આરોપીઓમાં રામપરના રામજી ઉર્ફે હકુ કેસરભાઈ મણકા , હમીરપરના રાજુ બબાભાઈ રાજપુત , લાકડીયા શામજીભાઈ નાયાભાઈ પરમાર , આધોઇના ફિરોજ હાજી લંઘા,લાકડીયાના ચેતનભાઈ રૂડાભાઈ કોલી , ખરીરોહરના અરજણભાઈ જેસંગભાઈ પરમાર અને રાપરના નિલેશ મગનભાઈ કોલીનો સમાવેશ થાય છે. તેમ પોલીસે ઉમેર્યું હતું.