પૂર્વ ધારાસભ્યની પુણ્યતિથીએ કાર્યક્રમ

અબડાસા વિભાગના માજી ધારાસભ્ય અને કેડીસીસી બેંકના પૂર્વ ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાની પુણ્યતિથી ગુરુવારે ભુજ ખાતે વિવિધ સેવા કાર્યો સાથે ઉજવાઇ હતી . સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી, માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લ, રામુ બેન પટેલ, અનવરભાઈ નોડે દિલીપભાઈ ઠક્કર તેમજ નર્મદા બેન ગામોટ, અંકિતબેન ધોકાઇ, નરેન્દ્રભાઈ સ્વાદિયા, જટુભાઈ ડુડીયાએ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો .