વિદાય લેતા શિક્ષિકાઓએ શાળાને ૨૬૦૦૧ અને મુંબઈના દાતાએ પુસ્તકો ભેટ આપ્યા
શિક્ષણ ખાતામાં ૪૦ વર્ષની સેવા બજાવ્યા બાદ માંડવી શહેરની જૈનનૂતન પ્રાથમિક શાળા નં.-૩ ના બે શિક્ષિકા ભારતીબેન ગોર અને ભાવિનીબેન વાસાણી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમનો નિવૃત્તિ વિદાય- સન્માન સમારોહ યોજાયો હતો. માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ ખટારીયાએ દીપ પ્રાગટય કરી બંને શિક્ષિકાની સેવાની સરાહના કરી હતી. મુખ્ય મહેમાન પદેથી માંડવી નગર અધ્યક્ષા વર્ષાબેન જોશીએ જણાવ્યું હતું કે, ‘નારી તું નારાયણી’ ઉક્તિને નિવૃત્ત થતાં બંને શિક્ષિકાએ સાર્થક કરી છે.
શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતુ. સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના દિનેશભાઈ શાહે પ્રસંગ પરિચય આપ્યો હતો. અતિથિવિશેષ પદેથી VRTIના ગોરધનભાઈ પટેલ ‘કવિ’એ બંને શિક્ષિકાની સેવાને બિરદાવી હતી. મુંબઈ સ્થિત પ્રવીણભાઈ વીરા તરફથી નિવૃત્ત થતાં બંને બહેનોને મોમેન્ટો અર્પણ કરી, જૈનનૂતન પ્રાથમિક શાળાને રુપિયા ૧૦ હજારના પુસ્તકો ભેટ અપાય હતાં. તો શિક્ષિકા ભારતીબેન ગોર અને ભાવિનીબેન વાસાણીએ શાળાને રુપિયા 26001નીભેટ આપી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના પૂર્વ નિવૃત્ત શિક્ષિકા પિનાકીનીબેન રાહુલભાઈ સંઘવીએ જ્યારે શાળાના ઉપાચાર્ય મનુભા જાડેજાએ આભારદર્શન કર્યું હતુ.

