મનોદિવ્યાંગ બાળકોએ બનાવેલા બે લાખ દિવડા નિશુલ્ક વિતરણ કરાશે

ભચાઉની સેવાભાવી સંસ્થાઓનું પરંપરાગત આયોજન

શનિવારે સાંજે નવજીવન વિકલાંગ સેવાશ્રય ,ભચાઉના હોલ ખાતે અતિથી વિશેષ અભિષેક પ્રમોદ તાલે ( IAS,મદદનીશ કલેકટર ભચાઉ ), લાયન્સ 3232 Jના વાઇસ ડિસ્ટ્રીક ગવર્નર જયકિશન દેવાણી, ઇમિજિએટ પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અભય શાહ, પાસ્ટ ડિસ્ટ્રીક ગવર્નર ભરતભાઈ મહેતા , નવજીવન વિકલાંગ સેવાશ્રયના સ્થાપક મંત્રી જીતેન્દ્રભાઈ જોશી, લાયન્સ કલબ ભચાઉના પ્રમુખ ધર્મેન્દ્ર પરમાર, પ્રોજેક્ટ ચેરમેન જયેન્દ્રભાઈ શાહ, સેક્રેટરી વાય બી માંહેશ્વરી, ઈશ્વરભાઈ ઓઝા, શૈલેષભાઈ જોષી, ભાનુભેન જોષી, હરેશભાઈ દરજી તેમજ. સંસ્થાના વિશાલભાઈ, રાજુભાઈ, મયુરભાઈની હાજરીમાં મનોદિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલા દિવાળીના દિવડા બહાર પડાયા હતા. એક દીવડો ખરીદશો, તો એક બાળકના આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપશો મનોદિવ્યાંગ બાળકોના હાથે ઘડાયેલા દીવડાઓ પ્રગટાવશે આશા, આત્મવિશ્વાસ અને માનવતાનો પ્રકાશ. આ દીવડાઓ માત્ર માટીના નથી, પરંતુ બાળકોનાં સપનાં, મહેનત, આત્મવિશ્વાસ અને આત્મસન્માનના પ્રતીક છે. તેવું આ પ્રસંગે જણાવાયું હતું.
નવજીવન વિકલાંગ સેવાશ્રયના સ્થાપક જીતેન્દ્રભાઈ જી. જોશીના માર્ગદર્શન અને દિવ્યાંગજનો પ્રત્યેની સેવાભાવનાની પ્રેરણાથી સંસ્થા બાળકોના જીવનમાં શિક્ષણ, સંસ્કાર, કૌશલ્ય વિકાસ, આત્મવિશ્વાસ અને સ્વાવલંબનના દીપ પ્રગટાવવા અપીલ કરાઈ હતી. લાયન્સ ક્લબ ઓફ ભચાઉ , નવજીવન વિકલાંગ સેવાશ્રય, હળવદ/ભચાઉ,અને લાયન્સ ઇન્ટરનેશનલ 3232Jના સહયોગથી યોજાનારી આ પહેલ સમાજના દરેક વર્ગ સુધી માનવતા, સમાનતા, સ્વીકાર અને સેવાનો સંદેશ પહોંચાડે તેવી આશા વ્યક્ત કરાઈ હતી.