66 વર્ષીય પુરુષ દર્દી ઉપર હાથ ધરાઈ સફળ શસ્ત્રક્રિયા
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ ગાંધીધામ સબ-ડિવિઝન રેલવે હોસ્પિટલમાં 19 ઓક્ટોબર 2026 ના 66 વર્ષના પુરૂષ રેલવે લાભાર્થીનું ઢીંચણ પ્રત્યારોપણ ઑપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ દર્દી ઢીચણમાં સખત દુખાવો અને ચાલવા-ફરવામાં તકલીફથી પીડિત હતા. તેમનું ઑપરેશન હાડકાં રોગ નિષ્ણાંત ડૉ. પાર્થ રાઠી અને એનેસ્થેટિસ્ટ ડૉ. હિતેશ શાહ દ્વારા હોસ્પિટલના ઑપરેશન થિયેટરમાં કરવામાં આવ્યું હતું આ ઑપરેશનમાં ઢીંચણના ખરાબ સાંધાને કૃત્રિમ સાંધાથી બદલવામાં આવે છે, જેનાથી દર્દીને ચાલવા-ફરવામાં રાહત મળે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2026માં ગાંધીધામ રેલવે હોસ્પિટલમાં અત્યાર સુધી ઢીંચણ પ્રત્યારોપણના ચાર સફળ ઑપરેશન કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ મારફતે રેલવે લાભાર્થીઓને સ્થાનિક સ્તરે જ મેડિકલ સુવિધાઓ મળી રહી છે. આનાથી ઉપચાર માટે દૂરની હોસ્પિટલોમાં જવાની જરૂરીયાત ઓછી થાય છે.

