નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી રૂપિયા છ લાખના ખર્ચે સળંગ ૧૪૨ દિવસ સુધી માનવસેવા જીવદયા વિગેરે સેવાકાર્યો કરાયા હતા. આ અનેરો સેવાયજ્ઞ પૂર્ણ થતા આચાર્ય આનંદવર્ધન સૂરીશ્વરજી મ.સા., આચાર્યબઆત્મદર્શન સૂરીશ્વરજી મ.સા. આદિનો ઋણ સ્વીકાર કરાયો હતો. સંસ્થાના વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના નેતૃત્વમાં પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, પ્રદિપભાઈ દોશી, ગિરિશભાઈ પારેખ, ઓજસ શેઠ, વિગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા
હતા.

