તપગચ્છ જૈન સંઘના અનંત સિધ્ધ વિજયજી મ. સા. એ મુન્દ્રા ખાતે જન સેવા સંસ્થાના કાર્યાલયે પગલાં કરી રાજ સંઘવીને આશીર્વચન પાઠવ્યા હતા. આ પૂર્વે મ.સા. મદન મોહનરાયજી હવેલી ખાતે આવ્યા હતા અને ત્યાંથી વાજતેગાજતે જન સેવા ની ઓફિસે આવ્યા હતા. આ પ્રસંગે જૈન સમાજના હિરેન સાવલા, ઋષભ સંઘવી, એડવોકેટ પ્રવીણ ગણાત્રા, બ્રહ્મ સમાજના ગૌરાંગ ત્રિવેદી, પત્રકાર રાહુલ દાવડા, ભાટિયા સમાજના જીતુભાઈ રામૈયા, દરજી સમાજના અલ્પેશ સોલંકી, ખારવા સમાજના દિનેશ માલમ, ભરત ચાવડા, રૂપેશ ઝાલાએ મ.સા.ના આશીર્વાદ લીધા હતા
મુન્દ્રામાં જૈન સંતના જનસેવાની ઓફિસે પગલા

