ભુજમાં જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી

ભુજ શહેરમાં જોઆના કુણાલ રેલોનના જન્મદિવસ નિમિત્તે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જરૂરિયાતમંદને ભોજન સાથે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જીવદયાના વિવિધ કાર્યો પણ હાથ કરાયા. હતા. આયોજનમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, અંકિતાબેન ધોકાઈ, નર્મદાબેન ગામોટ, મનજીભાઈ ગામોટ, નરેન્દ્રભાઈ સ્વાદિયા, નયનભાઈ શુક્લ, જટુભાઈ ડુડીયા, રાજુલાબેન શાહ, માલશ્રીબેન ગઢવી, રામુબેન પટેલ સહિતના જોડાયા હતા.