Headlines

ગાંધીધામ રેલવે મથકે પાર્કિંગમાં ડ્રાઈવરને પાઈપ-લાકડીથી માર મરાયી

પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી બાદ મામલો વકર્યો ગાંધીધામ રેલવે સ્ટેશનના પાર્કિંગમાં પેસેન્જરો ભરવાના નંબર અને ગાડી પાર્કિંગ બાબતે ઈકો તથા તુફાન ગાડીના ડ્રાઈવરો વચ્ચે બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી. આ બનાવમાં ડ્રાઈવર હનીફને માથા સહિત શરીરે ઈજાઓ થતાં પ્રથમ સારવાર બાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે…

Read Full News

વડવાકાંયા સીમમાં 48.12 લાખનો શરાબ-બિયર ભરેલી ટ્રક ઝડપાઇ

ઝાડીમાં કટિંગની પ્રક્રિયા વચ્ચે એલ.સી.બી.નો દરોડો, બુટલેગરો કારમાં પલાયન પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાએ નખત્રાણા તાલુકાના વડવાકાંયા અને મંગવાણા ગામની સીમમાં મંગળવારે પરોઢે દારૂનું કટિંગ થાય તે પહેલા દરોડો પાડી 48.12 લાખની કિંમતનો અંગ્રેજી પ્રકારનો દારૂ અને બિયરનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે દારૂ સહિત ટ્રક, બાઈક, મોબાઈલ ફોન મળી…

Read Full News

માંડવીના ઈતિહાસમાં પ્રથમ જ ઋષિમંડળ પૂજન ભણાવાયું

પાંચે ગચ્છના ભાવિકોએ પૂજનમાં જોડાઈ લાભ લીધો માંડવીના ઈતિહાસમાં પ્રથમ જ વાર માંડવી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ જૈન સંઘના દ્વારા ઋષિમંડળ પૂજન મંગળવારના ભણાવાયું હતું. સાધ્વી દિવ્યગીરાશ્રીજી મ. સા. આદી ઠાણા-૩ ની હાજરીમાં સાધ્વી પુણ્યકૃપાશ્રીજી મહારાજની ૯૬મી વર્ધમાન તપની આંયબિલ તપની ઓળીના પ્રસંગે, શીતલ-પાર્શ્વ જિનાલયમાં આવેલા કલાપ્રભસુરી આરાધના ભવનમાં માંડવીના જૈન સમાજના પાંચેગચ્છના ભાવિકો પૂજનમાં જોડાયા…

Read Full News

મનોદિવ્યાંગ બાળકોને શિક્ષણ કિટનું વિતરણ

પ્રધાનમંત્રીના ૨૫ વર્ષના શાસન અન્વયે યોજાયો કાર્યક્રમ ભુજ ખાતે જે. કે. મોરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ કચ્છ સાઇટ ફર્સ્ટ દ્વારા સંચાલિત કિડ્સ ડિસેબિલિટી સેન્ટરમાં મનોદિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટીના કચ્છ સંગઠન દ્વારા પ્રધાનમંત્રીના ૨૫ વર્ષના શાસન નિમિત્તે મનોદિવ્યાંગ બાળકોને એજ્યુકેશનલ કિટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કચ્છના…

Read Full News

ભોજાય ટ્રસ્ટનો જનરલ સર્જરી કેમ્પ સંપન્ન

બાર દર્દીની કરાઈ શસ્ત્રક્રિયા કચ્છમાં સ્થાનિક ક્ષેત્રે આરોગ્ય સેવાઓ પૂરી પાડતી જાણીતી સેવાભાવી સંસ્થા ભોજાય સર્વોદય ટ્રસ્ટ દ્વારા પાનબાઈ કારુભાઈ પાલન હોસ્પિટલ ખાતે ૧૯ અને ૨૦ સપ્ટેમ્બર દરમિયાન બે દિવસીય જનરલ સર્જરી કેમ્પ યોજાયો હતો. આ શિબિરમાં ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો .કેમ્પ દરમિયાન જનરલ સર્જન ડો. ગૌરવ માકડે દ્વારા એપેન્ડિક્સ, સારણગાંઠ (હર્નિયા),…

Read Full News

મુન્દ્રામાં જૈન સમાજના કાર્યક્રમમાં લેવાયા મહત્વના નિર્ણયો

તપસ્વીઓના બહુમાન સાથે કરાઈ અગત્યની ઘોષણાઓ મુંદરા શહેર અને તાલુકા એકમના જૈન સંગઠન દ્વારા પર્યુષણ દરમિયાન તાલુકાનાં 33 ગામમા અઠ્ઠાઇ કે તેથી વધુ ઉગ્ર તપસ્યા કરનારા 364 તપસ્વીનું બહુમાન તેમજ સામૂહિક ક્ષમાપના સહિતનો ધાર્મિક–સામાજિક કાર્યક્રમ તાલુકાનાં ઇતિહાસમાં પ્રથમવાર યોજાયો હતો. આ પ્રસંગે કચ્છ, મુંબઈ સહિતના સ્થળેથી જૈન અગ્રણીઓ, તપસ્વીઓ, સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં…

Read Full News

ચાર જોડી વિશેષ ટ્રેનોના સંચાલન સમયગાળામાં વિસ્તરણ

તહેવારો અને વેકેશનની ભીડ સમાવી લેવા માટે આયોજન પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તેમજ આગામી તહેવારોની સિઝન દરમિયાન મુસાફરોની વધારાની ભીડને સમાવી લેવા માટે અમદાવાદ મંડળમાંથી દોડતી પસાર થતી ચાર જોડી વિશેષ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09037 બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલના વધારાના ફેરા 1 ઓક્ટોબરથી 28 નવેમ્બર, 2026 સુધી દર ગુરુવાર…

Read Full News

ભુજ માકપટ જૈન સમાજની યાત્રા

વિવારે કચ્છ માકપટ જૈન સમાજના પ્રમુખ કેતનભાઈ શાહની આગેવાનીમાં યાત્રા પ્રવાસ સમિતિના સભ્યો પ્રજ્ઞેશભાઈ મહેતા વગેરે દ્વારા 135થી વધુ સભ્યો સાથે જૈન સમાજના આસ્થાના કેન્દ્ર મણિલક્ષ્મી તીર્થ તથા ઉજ્જૈન મહાતીર્થની યાત્રા યોજાઈ હતી. આ આયોજન 5 દિવસ ચાલવાનું છે. ભુજ રેલવે સ્ટેશનથી સયાજી ટ્રેનથી ભુજ માકપટ જૈન પરિવારના પ્રમુખ પ્રકાશ ગાંધી, ઉપપ્રમુખ સુરેશભાઈ શેઠ, મંત્રી…

Read Full News

કચ્છમાં દેવ ભાષાની પરીક્ષામા 200 છાત્ર જોડાયા

વિવિધ વિસ્તારમાં કરવામાં આવેલું આયોજન બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ દ્વારા લેવાતી સંસ્કૃતની પ્રબોધ થી પ્રાજ્ઞ સુધીની પરીક્ષાઓ કચ્છ જિલ્લામાં જુદા જુદા કેન્દ્રો ખાતે લેવાઈ હતી.જેમાં 200થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા. ભુજ, ચુંનડી, ગણેશનગર, શાંતિનિકેતન, રાવલવાડી વગેરે પ્રાથમિક શાળાના કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાઈ હતી.પરીક્ષાનો પ્રારંભ એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર કુલદીપ પટેલ તેમજ પુષ્પાબેન સોલંકી,પીર અનવરશા,માલસી માતંગ…

Read Full News

કચ્છમાં “સેવાસેતુ ૨.૧” કાર્યક્રમનો પ્રારંભ

લોકો માટે હિતકારી યોજનાઓનો લાભ છેવાડા સુધી પહોંચાડવા હાકલ રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા તંત્ર દ્વારા વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારાતા. ૨૧ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર દરમિયાન ગ્રામ્યસ્તરે ૯ તાલુકાના ૫૧ ક્લસ્ટરમાં ‘સેવાસેતુ ૨.૧’નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ્ય તથા શહેરીક્ષેત્રમાં “સેવાસેતુ…

Read Full News