Headlines

કચ્છ – મુંબઇ માટે દોડશે વધુ ખાસ ટ્રેનો

નવરાત્રિ અને દિવાળી વેકેશન માટે રેલવેનું આયોજન વેસ્ટર્ન રેલ્વે દ્વારા નવરાત્રી તથા દિવાળી વેકેશન માટે મુંબઈ અને બહુ વચ્ચે દોડનારી સ્પેશ્યલ ટ્રેનો જાહેર કરી છે. બાંદ્રા ટર્મિનસ થી ભુજ ટ્રેન નં. ૦૯૦૩૭ દર ગુરુવાર તથા શનિવાર બપોર નાં ૨.૪૦ બાંદ્રા ટર્મિનસથી ઉપડી બીજા દિવસે સવાર નાં ૫.૫૦ વાગે ભુજ પહોંચશે. તા. ૧, ૩, ૮, ૧૦,…

Read Full News

ભચાઉ-સામખિયાળી ધોરીમાર્ગે રામદેવજી મહારાજનો બે દિવસીય મેળો

ભાદરવા સુદ દશમ અગિયારસે યોજાશે મેળો, મુંબઈ સહિત વાગડ પંથકમાંથી શ્રદ્ધાળુઓ ઉમટશે ભચાઉ-સામખિયાળી વચ્ચેના નેશનલ હાઈવે પર રામદેવજી મહારાજના મંદિર ખાતે તા. 21 અને 22 સપ્ટેમ્બર દરમિયાન પરંપરાગત બે દિવસીય મેળો યોજાશે. આ મેળાને લઈને મેળા સમિતિ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે…

Read Full News

મુન્દ્રા અદાણી પાવર પ્રોજેક્ટ સામે ધરણા

અદાણી પાવર, મુન્દ્રા કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજદૂર સંઘ દ્વારા કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અને હક્કોની માંગણીઓને લઈને બીજા દિવસે ધરણા પ્રદર્શન ચાલુ રહ્યું.સંગઠન ના જિલ્લા મંત્રી જીગ્નેશ ગોસ્વામી એ જણાવ્યું કે વર્ષોથી કંપનીની પ્રગતિમાં કર્મચારી યોગદાન આપ્યું છે આ કર્મચારીઓની રજૂઆતોને ગંભીરતાથી સાંભળવામાં આવે અને યોગ્ય તથા ન્યાયસંગત ઉકેલ લાવવામાં આવે તેવી કર્મચારી સંઘની માંગ…

Read Full News

નાનાયક્ષના મેળા નો પ્રારંભ

માધાપર (ભુજ)માં નાના યક્ષનો મેળો પરંપરાગત રીતે શ્રધ્ધાભેર ભરાયો. સારા વરસાદને કારણે મેળાની રંગતની રોનક વધી. શનિવારથી શરૂ થયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો. .સાંસદ વિનોદભાઈ ચાવડા ,ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી ભીમજી જોધાણી, માધાપર જુનાવાસ સરપંચ ગંગાબેન,ભુજ શહેર ભાજપ પ્રમુખ મીતભાઈ ઠક્કર, યક્ષ મંદિર ના ટ્રસ્ટી નરેશભાઈ શાહના હસ્તે લોક મેળા નું ઉદ્ઘાટન…

Read Full News

ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ દુષ્કર્મ કેસમાં સજાનો કડક ચુકાદો

આરોપીને ૨૫ વર્ષની સખતકેદ અને ૭૫,૦૦૦નો દંડ ફટકારાયો ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતા કેળવ્યા બાદ ૧૭ વર્ષીય કન્યાનું અપહરણ કરી,બ્લેકમેલિંગ સાથે અવાર-નવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં ભુજની ખાસ કોર્ટે નશયતરૂપ ચુકાદો આપ્યો છે. અદાલતે આરોપી દીપક ઉર્ફે દીપ વાડીલાલ સોલંકી (ઉં.વ. ૨૦, રહે. મોજદડ, તા. ચુડા, જી. સુરેન્દ્રનગર)ને જવાબદાર ઠેરવી ૨૫ વર્ષની સખત કેદ અને ૭૫,૦૦૦ના દંડની સજા…

Read Full News

સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

લોકહિતને પ્રાથમિકતા, વિકાસ કામોમાં ઝડપ લાવવા સૂચન કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને ભુજ કલેક્ટર ઓફિસ ખાતે સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવીને પ્રજાહિતના લક્ષ્ય સાથે કામગીરી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે નખત્રાણા તાલુકાના નિરોણા તથા બીબર ગામના ખેડૂતોની જમીન સહિતના…

Read Full News

રવેચી મેળામા માનવ મહેરામણ ઉમટયો

કચ્છ, વાગડ સહિત વિવિધ સ્થળેથી લોકો ઉમટ્યા વાગડ વિસ્તારના યાત્રાધામ અને સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત માં આસ્થાનું કેન્દ્ર એવા તાલુકા મથક રાપરથી પંદર કિલોમીટર દૂર આવેલા રવ ગામમાં રવેચી માતાજીના મંદિરે દર વર્ષે ભાદરવા સુદ આઠમના યોજાતો ભાતિગળ મેળો ભરાયો હતો જેમાં દેશ વિદેશમાં તથા વાગડ કચ્છ ગુજરાત સૌરાષ્ટ્ર મુંબઈ દક્ષિણ ગુજરાત સહિત ના વિસ્તારમાથી મેળો…

Read Full News

અભ્યાસથી વંચિત બાળકોને કિટનું વિતરણ – સન્માન

રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગાની  ઉપસ્થિતિમાં ભુજ કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર ખાતે બેક ટુ સ્કુલ અભિયાન અને અભ્યાસથી વંચિત બાળકોને કિટનું વિતરણ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી છાંગાએ જણાવ્યું હતું કે, શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને પુનઃ શિક્ષણના પ્રવાહમાં લાવવા (ડ્રોપ-આઉટ દર ઘટાડવા) માટે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ભગીરથ…

Read Full News

રાજ્ય બારમાં કચ્છને મળ્યું પ્રતિનિધિત્વ

ભુજના ધારાશાસ્ત્રી મગનભાઈ ગઢવીની પસંદગી, શિસ્ત સમિતિમાં અપાયું સ્થાન દેશની સર્વોચ્ચ અદાલતની માર્ગદર્શિકા અન્વયે રાજ્યની વડી અદાલતની મંજૂરી બાદ રાજ્યના વકીલોની માતૃસંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની બેઠકોના વધારા માટે લેવાયેલો નિર્ણય ધારણા મુજબ કચ્છને ફળ્યો છે. આજે સત્તાવાર રીતે કરાયેલી ઘોષણા મુજબ કચ્છ ભુજના યુવા ધારાશાસ્ત્રી મગનભાઈ રાજીયાભાઈ ગઢવીને રાજ્ય બારના સદસ્ય તરીકે વિધિવત રીતે…

Read Full News

કુકમા નજીક બંધ ઓઇલ ડેપોમાં ભીષણ આગ

આઠ ટેન્કર પણ આગની ઝપટમાં, વેસ્ટ ઓઇલના ગોદામની ઘટના ભુજ તાલુકામા અંજાર ધોરીમાર્ગ ઉપર કુકમા નજીકના વિસ્તારમાં બંધ ઓઇલ ડેપોમાં શનિવારે ભયાનક આગ લાગતા જબબર ભાગદોડ મચી હતી. આગની વિકરાળ જ્વાળાઓ સાથે ઊંચે સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળતાં લોકોમાં ભય છવાયો હતો. આ બનાવમાં સમગ્ર ગોદામ આગની ઝપેટમાં આવી જતાં આગને કાબૂમાં લેવા ફાયર વિભાગ…

Read Full News