Headlines

ભુજમાં ૭૭ હજારના દારૂ સાથે ઝડપાયો

ભુજ શહેરના એ-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના અરહિંત નગરમાં રહેતા શખ્સને ૭૭ હજારના દારૂ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ટીમે બાતમી આધારે ઝડપી પાડ્યો હતો. અરીહંત નગરમાં ગરબી ચોક પાસે ફોરેસ્ટની દીવાલ પાસે મહાવીરસિંહ રવિન્દ્રસિંહ ઝાલા (.શિવ મંદીર પાછળ અરિહંતનગર) ઇંગ્લીશ દારૂનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે તપાસ કરાતા તેની પાસેથી ભારતીય બનાવટના અંગ્રેજી…

Read Full News

ભુજમાં યુવાન ગાંજાના જથ્થા સાથે પકડાયો

ભુજમાં સ્ટેશન રોડ થી શાસ્ત્રીનગર તરફ જતા રસ્તા પરથી માદક પદાર્થ ‘ગાંજા’ના ૧૫૮.૫ ગ્રામ જથ્થા સાથે વિવેક સનાતન બારોટ ઉ.વ.૨૦ , કૈલાસનગર,ભુજને શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. માદક પદાર્થ ગાંજા સાથે મોબાઈલ ફોન, રોકડા ૯૨૦, તથા દ્વિચકરી વાહન મળી કુલ્લ ૬૩,૮૪ નો મુદામાલ કબજે કરી આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી….

Read Full News

૩.૨૬ લાખના હેરોઈન સાથે યુવક ઝબ્બે

માદક પદાર્થનું પંજાબ કનેકશન તોડવા આદિપુર પોલીસની કાર્યવાહી પૂર્વ કચ્છમાં ખાસ કરીને ગાંધીધામ વિસ્તારમાં માદક પદાર્થ હેરોઇન વેચાણ કરવા પંજાબથી આવતા શખ્સો મોકળું મેદાન ભાળી ગયા હોય તેમ કોઈ ડર વિના જાણે આવતા જતા રહે છે. યુવા પેઢીમાં વધતા જતા નશાના વ્યસનને રોકવા આદીપુર પો.ઇન્સ. એમ.સી.વાળા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને પેટ્રોલિંગ કરવા…

Read Full News

બુથ સ્તરેથી સંગઠન મજબૂત કરવા હાકલ

અંજારના પાંચમા વોર્ડમાં બેઠકમાં માર્ગદર્શન અંજાર શહેરના વોર્ડ નં. 5 ખાતે કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ ભાઈ આચાર્યની વિશેષ ઉપસ્થિતિમાં પક્ષના અગ્રણીઓ અને કાર્યકરોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શક્તિ કેન્દ્રના પ્રમુખ વિશાલભાઈ તથા શહેર સંગઠનના હોદેદારોની ઉપસ્થિતિ રહી હતી. આ બેઠકમાં બૂથ નં. 228, 231, 232, 234, 235 અને 236ના બૂથ પ્રમુખો સાથે ધવલ…

Read Full News

શ્રદ્ધા સ્કૂલના આચાર્યાને ગુરુજી’ શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક એનાયત

શિક્ષણ અને સમાજસેવા યોગદાન બદલ રીટાબેન અધ્યારુંનું બહુમાન શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી તથા સમાજસેવામાં યોગદાન બદલ શ્રદ્ધા સ્કૂલ એન્ડ કોલેજ, ભુજ-માધાપરના આચાર્યા રીટાબેન અધ્યારુને ભારતીય માનવ સમાજ સેવક સંસ્થા દ્વારા ‘ગુરુજી’ શિક્ષક શ્રેષ્ઠતા પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. શ્રીમતી અધ્યારુ છેલ્લા ઘણા સમયથી શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત તેઓ…

Read Full News

ગોવર્ધન નંદિશાળામા હજાર કિલો શીરો બનાવાયો

ગુરુવારે 800 નંદી મહારાજને શીરાનો પ્રસાદ અપાશે અંજારની ભાગોળે આવેલી ગોવર્ધન નંદી શાળામાં ગુરુવારે 800 નંદીને શીરાનો પ્રસાદ આપવામાં આવશે. આ માટે અંજારની રામનગર-1 અને રામનગર-2 સોસાયટીના રહેવાસીઓના સહયોગથી આશરે 1000 કિલો ઘઉંના લોટનો શીરો તૈયાર કરવામાં આવી રહ્યો છે. નંદી શાળાના સંયોજક સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ સ્થાનિકો અને સેવાભાવી રસિકો દ્વારા…

Read Full News

પાક્ષિક સેવા યજ્ઞ સંપન્ન

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી પર્યુષણ પર્વ નિમિત્તે શરૂ કરાયેલા પાક્ષિક સેવા યજ્ઞનું સમાપન કરાયું હતું. આ સેવા યજ્ઞમાં ભુજ-રાપર તેમજ માંડવીના વિસ્તારો આવરી લેવાયા હતા. સંસ્થાના વેલજીભાઈ ગણેશભાઈ મહેતાના નેતૃત્વમાં કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

Read Full News

માંડવીના વાલ્મિકી સમાજને વોટર કુલર ભેટ

કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ – ગોધરા દ્વારા, દાતાના સહયોગથી, માંડવીના વાલ્મિકી સમાજને વોટર કુલર ભેટ અપાયું હતું. મૂળ માંડવીના હાલમાં મસ્કત ઓમાનમાં રહેતા જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી (હસ્તે. નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી) તરફથી માંડવીના વાલ્મિકી સમાજને સમિતિના અરવિંદભાઈ જોશી, દિનેશભાઈ શાહ, અને લાયજાના સાહિત્યકાર વિશ્રામભાઈ ગઢવી, કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી અને તાલુકા પંચાયતના સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોરના…

Read Full News

યક્ષના મેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું

માધાપર ( ભુજ ) મુકામે યક્ષદાદાના લોકમેળામાં ખાણીપીણીના સ્ટોલ્સ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ત્રાટક્યું હતું. બગડેલા બટાકા, કૃત્રિમ રંગ, અને ન્યૂઝપેપરનો તેમજ કલર વાળી કોટન કેન્ડીનો મોટા પ્રમાણમાં જથ્થો સ્થળ પર જ નાશ કરાયો હતો. ૪૦ જેટલી ખાણીપીણીની લારીઓ અને સ્ટોલ્સનું ચેકિંગ કરી હાઇજીન નિયમોનું પાલન કરવા અને ગ્લોવ્ઝ-એપ્રોન પહેરવા સૂચના અપાઈ હતી.

Read Full News

વ્યસનમુક્તિ બેનર સ્પર્ધાનું જાહેર થયું પરિણામ

વ્યસનમુક્તિ અભિયાનના પ્રણેતા નરેશમુનિ “આનંદ” અને તેમના શિષ્ય ઓજસમુનિ “મંગલ” મ.સા.ની હાજરીમાં વ્યસનમુક્તિ અભિયાનના ઉપક્રમે દરશડી (માંડવી)ના સમસ્ત સમાજ તરફથી વ્યસનમુક્તિના બેનર બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી તેનું પરિણામ જાહેર થયું છે. આ સ્પર્ધામાં દરશડી ગામની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ મમાયમોરા પ્રાથમિક શાળાના છાત્રોએ ભાગ લીધો હતો. દરશડી પ્રાથમિક શાળાના છાત્ર અનુક્રમે મહેશ્વરી રોતિકા…

Read Full News