પાંચ હજાર લાભાર્થીને દિવાળી તહેવારોમાં નવચેતન વિતરણ કરશે
નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે મુખ્ય દાતા કમલાવંતીબેન શશીકાન્તભાઈ ખીમજીભાઇ મોરબીયા પરિવાર તથા અન્ય દાતાઓના સહયોગથી મહાવીર પ્રભુના 2552 મા નિર્વાણ કલ્યાણકની પાક્ષિક ઉજવણી અંતર્ગત, શુદ્ધ ઘીની મિઠાઈ તથા નમકીન બનાવવાનો વર્કશોપ શરૂ કરાયો હતો. દિપોત્સવી તહેવારો દરમ્યાન ૫૦૦૦ જેટલા જરૂરતમંદોને આ મિષ્ટાન તથા નમકીનનું નિઃશુલ્ક વિતરણ સંસ્થા દ્વારા કરાશે.
નવચેતન સંસ્થાના મોભી વેલજીભાઈ ગણેશભાઈ મહેતા, પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશી, પ્રદિપભાઈ દોશી, શાંતિલાલ મોતા, ભાવનાબેન જોશી મહેશ મહેતા, મનીષ મહેતા , ગિરીશભાઈ પારેખ , કેશવી ઠક્કર તથા અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવકાર મહામંત્રના જાપ સાથે શરૂ કરાયેલ આ વર્કશોપમાં મિઠાઈ તથા નમકીન બનાવવાનું શરૂ કરાયું છે. જેમાં ૬૦૦ કિલો જેટલી મિઠાઈ તથા નમકીન બનાવવામાં આવશે અને તેનું ભુજ, માંડવી, રાપર આદિ વિસ્તારોમાં દીપાવલીના ત્યોહાર દરમ્યાન જરૂરતમંદોને દ્વારે જઈને નિઃશુલ્ક વિતરણ કરાશે, આ સેવાકાર્ય હેઠળ ૨૦ સંસ્થાના દિવ્યાંગો – વડીલો સહિત કુલ ૫૦૦૦ જરૂરતમંદોને આવરી લેવાશે અને તેમની દિવાળી અજવાળવાનો સંસ્થા પ્રયાસ કરશે તેવું કાર્યકર અને મુખ્ય દાતા ભુજના ડોક્ટર રૂપાલીબેન શશીકાંતભાઈ મોરબીયાએ જણાવ્યું હતું.
બાબુભાઈ બિશ્નોઈ રાજપાલ તથા તેમનો સ્ટાફ સહયોગી રહ્યા હતો.

