કચ્છ આહીર મંડળના પૂર્વ પ્રમુખ એવા આહીર સમાજના અગ્રણી અંજાર તાલુકાના નિંગાળ ગામના વતની હમીરભાઇ રૂડાભાઈ બરાડીયાનું આજે સોમવારે અવસાન થતાં શોક ફેલાયો છે. હમીરભાઇ બરાડિયા સ્વાધ્યાય પરિવારમાં પણ મોભી તરીકનું સ્થાન ધરાવતા હતા. નિખાલસ અને મિલનસાર સ્વભાવના કારણે તેમનો વિવિધ સમાજ અને વિસ્તાર સાથે સંપર્ક હંમેશા જીવંત રહ્યો હતો. કચ્છ આહીર મંડળના પ્રમુખ તરીકે તેમના દ્વારા કરાયેલા કાર્યો અને અન્ય સમાજ અને લોકો માટે તેમણે ભજવેલી ભૂમિકા ઉલ્લેખનીય રહી છે.
ભુજના અગ્રણીઓ જીતેન્દ્ર ધારશી શાહ, કાકુભાઈ માણેક, કાળીતલાવડીના મનજીભાઈ કાનાભાઈ ડાંગર, ભુજના ઝવેરીલાલ કેવલચંદજી બાફના, ગુણાતીતપૂરના દાનાભાઈ રામાભાઇ આહીર અને નાડાપાના દેવકરણ ગોપાલભાઈ આહિરે સદગતને અંજલી આપતા કહ્યું હતું કે સારા માણસો ક્યારેય જતા નથી તેમના સંસ્કારો સદાય જીવંત રહે છે.
કચ્છ આહીર મંડળના પૂર્વ પ્રમુખ હમીરભાઈનું અવસાન

